અમદાવાદ શહેરમાં વાહનચોરી એક ઘટના ઘટી છે, જેમાં આખી એસટી બસ ચોરાઈ ગઈ છે. આ અંગે મળતી માહિતી મુજબ અમદાવાદના કૃષ્ણનગર બસ ડેપોમાંથી એસટી બસ ચોરાઈ ગઈ હતી. બસની ચોરી થતા એસટી વિભાગ સાથે પોલીસ તંત્ર પણ તપાસમાં લાગ્યું હતું. અંતે 2 કલાકની મહેનત બાદ આ બસ દહેગામથી મળી આવી હતી અને એક વ્યક્તિ બસને લઈ ગયો હતો. મળતી માહિતી મુજબ બસ લઈને ભાગેલો આ યુવક માનસિક અસ્થિર છે. પોલીસ આ યુવકની પૂછપરછ કરી આગળની તપાસ કરી રહી છે. પણ આ ઘટનાએ એસટી તંત્રની સુરક્ષાની પોલ ખોલી નાખી છે. બસ જેવું આટલું મોટું વાહન ચોરાઈ જાય એનાથી મોટી શરમજનક વાત બીજી કઈ હોઈ શકે.