ગુજરાત રાજ્ય કર્મચારી મંડળ, ગુજરાત રાજ્ય કર્મચારી મોરચા સહિત ઘણા મંડળો દ્વારા જૂની પેન્શન યોજના ફરી લાગુ થાય તેમજ બીજા પડતર પ્રશ્નો માટે 14 અને 15 ફેબ્રુઆરીના રોજ કાળી પટ્ટી ધારણ કરી કર્મચારીઓને ફરજ બજાવવા આહવાન આપેલ હતું, જે અંતર્ગત વિવિધ વિભાગના અધિકારીઓ/કર્મચારીઓ દ્વારા બે દિવસ કાળી પટ્ટી ધારણ કરી ફરજ બજાવેલ છે.
16-02-2024નાં રોજ પ્રાથમિક શિક્ષકો, માધ્યમિક શિક્ષકો, ITIના શિક્ષકો , ટેકનિકલ શિક્ષણના અધ્યાપકો તેમજ અલગ અલગ વિભાગો જેવા કે સચિવાલય , પંચાયત, કોર્ટ , હિસાબી શાખા સહિત વિવિધ વિભાગ તેમજ તમામ જિલ્લાના કર્મચારીઓ દ્વારા કાળા કપડાં પહેરી ફરજ બજાવેલ. અલગ અલગ જિલ્લાઓમાં કર્મચારીઓ દ્વારા જૂની પેન્શન પુનઃ લાગુ થાય તે માટે કલેકટરને આવેદન પણ આપવવામાં આવેલા છે. ઘણા કર્મચારીઓ દ્વારા પોતે જ્યાં ફરક બજાવતા હોય ત્યાંના વડાને પણ OPS સહિત પડતર પ્રશ્નો અંગે યોગ્ય નિરાકરણ લાવવા માટે રજૂઆત કરેલ છે તે જાણવા મળેલ છે. આ ઉપરાંત વિવિધ મંડળો દ્વારા મુખ્યમંત્રીને જૂની પેન્શન યોજના સહિત પડતર પ્રશ્નોના નિરાકરણ લાવવા માટે રજૂઆત કરવામાં આવી છે. આ રીતે આજે રાજ્ય સરકારના કર્મચારીઓ અને શિક્ષકો દ્વારા જૂની પેન્શન યોજના અને પડતર પ્રશ્નો માટે આંદોલનની શરૂઆત કરી દેવામાં આવી છે.