બગદાણા આશ્રમના ટ્રસ્ટી મનજીબાપાનું નિધન થતાશ્રદ્ધાંજલિ પાઠવવા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ બગદાણા પહોંચ્યા હતા.
મુખ્યમંત્રીએ પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાંજલિ પાઠવી હતી તેમજ પરિવારને દુઃખની આ ઘડીમાં સાંત્વના પાઠવી હતી. આ ઉપરાંત મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે બગદાણા મંદિરની મુલાકાત લઇ દર્શન કર્યા હતા. શ્રદ્ધાંજલિ પાઠવવામાં કથાકાર મોરારીબાપુ, સાહિત્યકાર માયાભાઇ આહીર તેમજ સંતો અને ગુરુભક્તો પણ પહોંચ્યા હતા.