ગુજરાત-મહારાષ્ટ્ર બોર્ડર પર જિલ્લામાં આફ્રિકન સ્વાઈન ફ્લૂનો પગપેસારો થયો છે. ગુજરાત બોર્ડરને અડીને આવેલ મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લામાં આફ્રિકન સ્વાઈન ફ્લૂના કેસો જોવા મળી રહ્યા છે. નંદુરબાર જિલ્લાના શાહદાના મસાવદ ગામમાં 100 જેટલા ડુક્કરના મોત થયા છે.
મહારાષ્ટ્રના મસાવદમાં ભૂંડના મોત બાદ પરીક્ષણ કરી નમૂના ભોપાલની લેબમાં મોકલવામાં આવ્યા હતા. હાલ મસાવદ ગામના 10 કિલોમીટર વિસ્તારને તંત્ર દ્વારા પ્રતિબંધિત જાહેર કરાયો છે.