રાજ્યના કેન્દ્રશાસિત પ્રદેશ દાદરાની સરકારી શાળાના 4 બાળકો શાળાએથી રજા મળ્યા બાદ દમણગંગામાં ન્હાવા માટે ગયા હતા .જ્યાં બે મિત્રો નદી કિનારે ઉભા હતા અને બે મિત્રો દમણગંગામાં ન્હાવા પડ્યા હતા. ત્યારે ન્હાવા પડેલા બે મિત્રોને અચાનક ડૂબતા જોતા કિનારા પર હાજર બે મિત્રો ડરીને બૂમા બૂમ કરીને અન્યને જાણ કરી હતી.
બનાવની જાણ થતાં જ વાલીઓ, પોલીસ તથા ફાયરની ટીમ સાથે તાત્કાલિક સ્થળ ઉપર દોડી ગયા હતા. ફાયર વિભાગ દ્વારા બાળકોની શોધખોળ કરી હતી, બંન્ને બાળકોનો મોડી સાંજે મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે આ સમગ્ર માલે ઝીંણવટપૂર્વક તપાસ આદરી છે. તો બીજી તરફ વ્હાલસોયા દિકરાઓના અકાળે મોતથી પરિવારમાં આક્રંદનો માહોલ છવાયો છે.