ગુજરાત બાદ હવે ઉતર પ્રદેશના પોલીસ ભરતીની પરીક્ષાનું પેપર જવાબ સાથે લીક થઈ જતા હડકંપ મચ્યો છે. મેનપુરીમાં રવિવારે પોલીસ ભરતીને પેપર લીક થઈ ગયુ હતું. શહેરના ડો.કિરન સૌજીયા એકેડેમીનાં બારેક લીમાં કેન્દ્ર વ્યવસ્થાઓ એક ઉમેદવારને સોલ્વ કોપી સાથે પકડી પાડયો હતો તેની પાસેથી બે કાગળ મળ્યા છે જેમાં પરીક્ષામાં આવેલા 150 સવાલોમાં ક્રમવાર 114 ના જવાબ લખેલા હતા.
ઘટના સ્થળે પોલીસ અધિકારી પહોંચી ગયા હતા. ઉમેદવારની ધરપકડ કરી પૂછપરછ શરૂ કરી દેવાઈ છે.આ મામલે કેન્દ્ર વ્યવસ્થાપક દ્વારા પોલીસમાં ફરીયાદ થઈ છે. પકડાયેલ ઉમેદવારનું નામ રવિ પ્રકાશસિંહ જાહેર થયુ છે. ઉમેદવારનુ આ સોલ્વ પેપર ફોન પરથી મળ્યુ હોવાનો ખુલાસો થયો છે.





