સુપ્રીમ કોર્ટના વકીલ ફલી એસ નરીમનનું 95 વર્ષની ઉંમરમાં નિધન થયુ છે. તે ઇન્દિરા સરકારના સમયે દેશના એડિશનલ સોલિસિટર જનરલ રહ્યાં હતા. સીનિયર વકીલને યાદ કરતા અભિષેક મનુ સિંઘવીએ કહ્યું કે એક લિવિંદ લીજેન્ડ હતા, જેમણે કાયદા અને સાર્વજનિક જીવન સાથે જોડાયેલા લોકો હંમેશા યાદ કરશે. પોતાની સિદ્ધિ સિવાય તે પોતાના સિદ્ધાંતો પર અટલ રહ્યાં હતા.
ફલી એસ નરીમનના પુત્ર રોહિંટન નરીમન પણ સીનિયર વકીલ રહી ચુક્યા છે અને સુપ્રીમ કોર્ટમાં જજ છે. નરીમને વકીલ તરીકે કરિયરની શરૂઆત નવેમ્બર 1950માં કરી હતી, તેમના જીવન સાથે જોડાયેલો એક કિસ્સો ચર્ચામાં રહ્યો હતો જ્યાં તેમણે પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધી સરકારના નિર્ણય વિરૂદ્ધ ASG પદેથી રાજીનામું આપી દીધુ હતું.
લાંબી કાયદાકીય કરિયર દરમિયાન નરીમન કેટલાક ઐતિહાસિક કેસનો ભાગ પણ રહી ચુક્યા છે જેમાં NJACનો નિર્ણય પણ સામેલ છે. તે SC AoR કેસમાં કોર્ટમાં હાજર થયા હતા. કહેવામાં આવે છે કે આ ઘટના કોલેજિયમ સિસ્ટમના અસ્તિત્વમાં આવવાનું મોટું કારણ હતું.
કહેવામાં આવે છે કે નરીમન વર્ષ 1975માં જાહેર થયેલી ઇમરજન્સીના સરકારના નિર્ણયથી નારાજ હતા. એક રિપોર્ટ અનુસાર, તેમણે પૂર્વ પીએમ ઇન્દિરા ગાંધીની સરકાર તરફથી લેવામાં આવેલા ઇમરજન્સીના વિરોધમાં એડિશનલ સોલિસિટર જનરલ ઓફ ઇન્ડિયાના પદ પરથી રાજીનામું આપી દીધુ હતું.