અમદાવાદની કેડિલા ફાર્માસ્યુટિકલ લિમિટેડના CMD રાજીવ મોદી સામે બલ્ગેરિયન યુવતીએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. જે મામલે દોઠ મહિના બાદ સોલા પોલીસે કેસને લઈને A સમરી ભરી છે. કેસમાં આરોપી સામે પોલીસને કોઈ પૂરાવા મળ્યા નથી. ગુજરાત હાઇકોર્ટમા રિપોર્ટ રજૂ કરાશે જે બાદ કોર્ટનો નિર્યણ આવશે.
તાજેતરમાં રાજીવ મોદી સોલા નિવેદન નોંધાવવા પોલીસ સમક્ષ હાજર થયા હતા. ઉલ્લેખનીય છે કે, કેડિલાના રાજીવ મોદી છેલ્લા કેટલાય સમયથી આ કેસમાં પોલીસ પકડથી દૂર હતા. આ કેસમાં ફરિયાદ નોંધાવનાર બલ્ગેરિયન યુવતીને પણ પોલીસે નિવેદન માટે બોલાવી હતી. પરંતુ તે નિવેદન આપવા આવી નહોતી. પોલીસને હજુ સુધી જાણ નથી કે યુવતી ક્યા છે. જો કે અમદાવાદ સીપીએ દાવો કર્યો હતો કે, બલ્ગેરિયન યુવતી પોતાના વતન પરત ફરી છે.
જ્યારથી બલ્ગેરિયન યુવતીએ ફાર્મા કંપની કેડિલાના CMD રાજીવ મોદી સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે, ત્યારથી આ કેસમાં અનેક વળાંકો આવી રહ્યા છે. શહેરના હાઈ પ્રોફાઈલ કેસમાં રાજીવ મોદી છેલ્લા ઘણા સમયથી પોલીસ પકડથી દૂર હતા, ત્યારે આજે સવારે અચાનક રાજીવ મોદી સોલા પોલીસમાં હાજર થયા હતા. પોલીસ દ્વારા તેમનું નિવેદન પણ લેવામાં આવ્યું હતું.