મુફ્તી સલમાન મૌલીવીને પાસા કરવામાં આવી આવી છે. સલમાન અઝહરીને પાસા કરવામા આવી છે. સલમાન અઝહરીને સાબરમતી જેલમાંથી વડોદરા જેલ લઈ જવાશે. તેના વિરુદ્ધ 3 ગુના નોંધાયા હોવાથી પાસા કરવામાં આવી છે. જુનાગઢ પોલીસ દ્વારાપાસાની દરખાસ્ત કરાઈ હતી.
મુફ્તી સલમાન મૌલીવી વિરુદ્ધ રાજ્યમાં ત્રણ અલગ અલગ જગ્યાએ ગુન્હા નોંધાયા હતા. જેમાં જૂનાગઢમાં વ્યસન મુક્તિના નામે તા. 31 જાન્યુઆરીના ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મુંબઈમાં રહેતા મોલાના સલમાન અઝહરી દ્વારા ભડકાઉ ભાષણ કરવામાં આવ્યું હતું. આ અંગેના વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ થતા જૂનાગઢના બી ડિવિઝન પોલીસમાં ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરનાર આયોજકો અને મોલાના સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આ બનાવની ગંભીરતા સમજી એટીએસની મદદ લેવામાં આવી છે. એટીએસ દ્વારા મોલાનાને મુંબઈથી અમદાવાદ લાવવામાં આવ્યો હતો.
જે બાદ ભચાઉ તાલુકાના સામખીયાળી સ્થિત ગુલશને મોહમ્મદી ટ્રસ્ટના મદરેસા નજીક ગત તા.31ના તકરીરનો ધાર્મિક કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મુફ્તી અઝહરી મહેમાન તરીકે ઉપસ્થિત રહેલ, જે દરમિયાન તેમની ઉપર ભડકાઉ ભાષણનો આરોપ છે. જે અંગે પણ ગુન્હો દાખલ થયો હતો. કચ્છ અને જૂનાગઢમાં ભડકાઉ ભાષણ મામલે મૌલાના સલમાન અઝહરી વિરુદ્ધ ફરિયાદ નોંધાયા બાદ અરવલ્લી જિલ્લાના મોડાસામાં પણ ફરિયાદ નોંધવામાં આવી હતી. મોડાસા કોર્ટે પણ ભડકાઉ ભાષણ અને અનુસૂચિત જાતિ વિરૂદ્ધ ઉચ્ચારણ અંગે થયેલા કેસમાં આજે રિમાન્ડ બાદ જામીન મંજૂર કર્યા છે.