લોકસભા ચૂંટણી 2024 પહેલા કોંગ્રેસ માટે ફૈસલ પટેલ નવો પડકાર બન્યા છે. સ્વ. અહેમદ પટેલના પુત્ર ફૈસલ પટેલે ભરૂચ લોકસભાના ગઠબંધનના ઉમેદવારને સમર્થન ના કરવાની જાહેરાત કરી છે.
ફૈસલ પટેલે ટ્વીટ કરી કહ્યું કે, “જો લોકસભા ભરૂચની સીટ આપ પાર્ટીને આપવામાં આવશે તો હું કે કોંગ્રેસના કાર્યકરો આપ પાર્ટીના ઉમેદવારને સમર્થન નહિ કરીએ”. જે બાદ કોંગ્રેસ પાર્ટી સામે નવો પડકાર ઉભો થયો છે. ગુજરાતમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન થઇ શકે છે. ગુજરાતમાં કોંગ્રેસ AAPને બે બેઠક આપી શકે છે. ટુંક સમયમાં સત્તાવાર જાહેરાત કરવામાં આવી શકે છે. ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ગઠબંધન થઇ શકે છે. ગુજરાતમાં કોંગ્રેસ આમ આદમી પાર્ટીને 26 બેઠકમાંથી 2 બેઠક આપી શકે છે. આમ આદમી પાર્ટી ગુજરાતમાં ભરૂચ અને ભાવનગર બેઠક પર ચૂંટણી લડી શકે છે. આમ આદમી પાર્ટીએ ચૈતર વસાવાને ભરૂચ બેઠક પરથી ઉમેદવાર બનાવ્યા છે જ્યારે ભાવનગર બેઠક પર ઉમેશ મકવાણાને લોકસભા ઉમેદવાર બનાવ્યા છે.