લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખતા માયાવતીની પાર્ટી BSPના 10 સાંસદ પાર્ટી છોડી શકે છે. સૂત્રો અનુસાર, આ 10માંથી 4 સાંસદ ભાજપના સંપર્કમાં છે જ્યારે 3 સાંસદ કોંગ્રેસ અને ત્રણ સાંસદ સમાજવાદી પાર્ટીના સંપર્કમાં છે. જો અમરોહાના બીએસપી સાંસદ દાનિશ અલીની વાત કરીએ તો તેમણે રાહુલ ગાંધીનો સાથ મળી ચુક્યો છે અને અમરોહાથી કોંગ્રેસ તેમણે ટિકિટ પણ આપવા જઇ રહી છે. બિજનૌરના બીએસપી સાંસદ મલૂક નાગરની વાત કરીએ તો તે ભાજપના સંપર્કમાં છે જ્યારે લાલગંજના સાંસદ સંગીતા આઝાદ પણ ભાજપના સંપર્કમાં છે. અફઝલ અંસારીને ગાજીપુરથી સમાજવાદી પાર્ટીએ ઉમેદવાર બનાવ્યા છે, શ્રાવસ્તીના બસપા સાંસદ રામ શિરોમણી વર્મા ભાજપના મોટા નેતાઓને મળી ચુક્યા છે.
BSPના તમામ સાંસદોને આશા હતી કે અંતિમ ક્ષણમાં બસપા INDIA ગઠબંધનનો ભાગ બનશે પરંતુ માયાવતીના બે દિવસ પહેલા આવેલા નિવેદન બાદ તમામ સાંસદ પોત પોતાના ભવિષ્યને આગળ વધારવામાં લાગી ગયા છે. આંબેડકરનગરના બીએસપી સાંસદ રિતેશ પાંડેય પણ ભાજપમાં જઇ શકે છે. ઘોષીના બીએસપી સાંસદ અતુલ રાય ભાજપમાં જોડાઇ શકે છે. જોનપુરના બીએસપી સાંસદ શ્યામસિંહ યાદવ ભાજપ અને કોંગ્રેસ બન્ને પક્ષના સંપર્કમાં છે.
મહત્ત્વપૂર્ણ છે કે ગત મહિને બહુજન સમાજ પાર્ટી (BSP)એ આગામી લોકસભા ચૂંટણી એકલા લડવાની જાહેરાત કરી હતી. BSP પ્રમુખ માયાવતીએ કહ્યું હતું કે કોઇ પાર્ટી સાથે ગઠબંધન કરવાથી તેમણે નુકસાન થાય છે, માટે તેમણે એકલા જ ચૂંટણી લડવાનો નિર્ણય લીધો છે. માયાવતીએ કહ્યું હતું કે આપણે ઉત્તર પ્રદેશમાં એકલા દમ પર ચૂંટણી લડી સરકાર બનાવી છે, આ અનુભવના આધાર પર અમે લોકસભા ચૂંટણી પણ એકલા જ લડીશું. અમે કોઇ પણ પક્ષ સાથે ગઠબંધન નહીં કરીએ. અમારી પાર્ટી ગઠબંધન ના કરીને એટલા માટે ચૂંટણી લડે છે કારણ કે પાર્ટીનું નેતૃત્વ એક દલિતના હાથમાં છે. ગઠબંધન કરવા પર BSPનો મત વિપક્ષી દળને મળે છે પરંતુ બીજાના વોટ અમને મળતા નથી. 90ના દાયકામાં ગઠબંધનમાં સપા અને કોંગ્રેસને ફાયદો મળ્યો હતો.