બિલકિસ બાનો કેસના દોષિત રમેશ ચંદનાને ગુજરાત હાઇકોર્ટે 10 દિવસના પેરોલ આપ્યા છે. રમેશ ચંદનાએ પોતાના ભાણાના લગ્નમાં સામેલ થવાનું હતું, તેના માટે તેને કોર્ટમાં અરજી કરી હતી. 5 માર્ચે તેના ભાણાના લગ્ન છે. રમેશ ચંદના બિલકિસ બાનો કેસનો બીજો આરોપી છે જેને પેરોલ આપવામાં આવ્યા છે.
સુપ્રીમ કોર્ટના આદેશ બાદ 11 દોષિતોએ 21 જાન્યુઆરીએ સરેન્ડર કર્યું હતું. પોતાની અરજીમાં કોર્ટને કહ્યું કે તેને પોતાની બહેનના દીકરાના લગ્નમા સામેલ થવાનું છે. શુક્રવારે જસ્ટિસ દિવ્યેશ જોશીના આદેશ અનુસાર, રમેશ ચંદનાને 10 દિવસના પેરોલ આપવામાં આવ્યા છે. સુપ્રીમ કોર્ટમાં ગુજરાત સરકારના સોગંદનામા અનુસાર, ચંદનાએ 2008માં જેલ બાદથી 1198 દિવસના પેરોલ અને 378 દિવસના ફરલો લઇ ચુક્યો છે. આ પહેલા પ્રદીપ મોઢિયા નામના દોષિતને 7 ફેબ્રુઆરીથી 11 ફેબ્રુઆરી સુધી પેરોલ આપવામાં આવ્યા હતા.