વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અને આવતીકાલે ગુજરાતમાં છે. વડાપ્રધાન મોદી આજે રાત્રે જામનગર પહોંચશે અને રાત્રિરોકાણ કરશે. આવતીકાલે સવારે બેટ દ્વારકા પહોંચશે, 7:45થી 8:15 દરમિયાન બેટ દ્વારકા મંદિરમાં પીએમ મોદી દર્શન કરશે. ત્યારબાદ સવારે 8.15 કલાકે સુદર્શન સેતુ (સિગ્નેચર બ્રિજ)નું લોકાર્પણ કરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્રમોદી રવિવારે દ્વારકાને બેટ દ્વારકાથી જોડતા સુદર્શન સેતુ (સિગ્નેચર બ્રિજ)નું ઉદ્દઘાટન કરશે. આ સાથે તેઓ જામનગર, દેવભૂમિ દ્વારકા અને પોરબંદર જિલ્લામાં 4153 કરોડના 11 કામોનું લોકાર્પણ અને ભૂમિપૂજન પણ કરશે.
બાદ પીએમ મોદી દ્વારકા જવા રવાના થશે. સવારે 9.30 કલાકે દ્વારકાધીશ મંદિરમાં દર્શન કરશે. દ્વારકામાં બપોરે 12:55 કલાકે જાહેર સભાને સંબોધશે, ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે. બપોરે 2.15 કલાકે સભાને સંબોધિત કરીને રાજકોટ રવાના થશે.3:30થી 3:45 રાજકોટ AIIMSની મુલાકાત લેશે. સાંજે 4:45 કલાકે રાજકોટના રેસકોર્ષ મેદાનમાં જાહેરસભા સંબોધશે.




