સુરતના કતારગામ વિસ્તારમાં આવેલા બાલા આશ્રમ રોડ ખાતે લૂંટની ઘટના સામે આવી છે. કતારગામ સેફ વોલ્ટમાંથી રોકડા 8 કરોડ લઇ ઇકો કારમાં રોડ પરથી પસાર થઈ રહેલા ચાર હીરા વેપારીઓને એક યુવક રોક્યા હતા. તેણે ઇન્કમટેક્સ અધિકારીની ઓળખ આપી ઇકો કારમાં બેસી તમામનું અપહરણ કરી થોડે દૂર જઈ ગાડીમાં રહેલા આઠ કરોડ રૂપિયા બંદૂકની અણીએ લૂંટી ફરાર થઈ ગયો.
બનાવને પગલે ક્રાઈમ બ્રાન્ચથી લઇ સ્થાનિક પોલીસ દોડતી થઈ છે. જોકે, જે રીતે લૂંટની ઘટનાનો ઘટનાક્રમ બતાવાઈ રહ્યો છે, તેને લઈ પોલીસને પણ શંકાઓ ઉપજી રહી છે. જે જગ્યાએ ઇન્કમટેક્સ અધિકારી બનીને યુવક પોતાની કારમાં બેઠા તે જગ્યાએથી પોલીસને એક સીસીટીવી પણ મળી આવ્યા હતા. જેમાં એક યુવક શંકાસ્પદ રીતે કારને રોકીને અંદર બેસતો હોય તેવું કેદ થયું હતું.