અમદાવાદ વટામણ ધોલેરા હાઈવે પર માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતમાં ત્રણ શખ્સોના ઘટનાસ્થળ પર મોત નિપજ્યા છે બીજી તરફ એક શખ્સને ગંભીર ઈજા પહોંચતા ધંધૂકા હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. વટામણ હાઈવે પર બે ટ્રકોની સામ સામે ધડાકાભેર ટક્કર થતાં આ અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની જાણ થતાં જ ધોલેરા પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી હતી. અકસ્માતે ગુનો દાખલ કરીને તપાસ આગળ વધારી હતી. અકસ્માત સમયે હાઈવે પર ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા.