જૂનાગઢ શિવરાત્રી મેળાને લઈ પીજીવીસીએલ દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. આગામી 5 માર્ચથી યોજાનાર શિવરાત્રી મેળાનું ભવ્ય આયોજન કરવામાં આવશે. ત્યારે મેળામાં પાવર સપ્લાયને લઈ કોઈપણ પ્રકારની અગવડતા ઉભી ન થાય તે માટે જૂનાગઢ પીજીવીસીએલ કચેરી દ્વારા કર્મચારીની 28 ટીમો બનાવવામાં આવી છે. જેમાં તમામ કર્મચારીઓ દ્વારા રાઉન્ડ ધ ક્લોક પોતાની ફરજ પર હાજર રહેશે અને ઇમરજન્સી સમયે પણ તાત્કાલિક કામગીરી કરી શકાય તે માટેનું સુચારું આયોજન PGVCL દ્વારા કરવામાં આવ્યું છે. ભજન, ભોજન અને અવર જવારમાં સમયે ખાસ પાવરની પૂરતી જરૂર પડતી હોય છે. ત્યારે પીજીવીસીએલ દ્વારા મેળામાં લાઈટિંગને લઈ કોઈપણ પ્રકારની અસુવિધા ઊભી ન થાય તે માટે ઝડપી કામગીરી કરવામાં આવી રહી છે.