ભારતીય સુરક્ષા એજન્સીઓએ પાકિસ્તાન જતા એક જહાજને મુંબઇના ન્હાવા શેવા પોર્ટ પર પકડ્યું છે. આ જહાજ ચીનથી પાકિસ્તાન જતુ હતું. ચીન તરફથી મોકલવામાં આવેલા આ જહાજમાં પરમાણુ હથિયાર બનાવવા અને બેલેસ્ટિક મિસાઇલ સાથે જોડાયેલા કંસાઇનમેન્ટના શકમાં ભારતે તેને રોક્યું છે.
ન્યૂઝ એજન્સીએ સરકારી સુત્રોના હવાલાથી દાવો કર્યો કે પાકિસ્તાનના પરમાણુ હથિયાર પ્રોગ્રામમાં સંભવિત ઉપયોગ માટે ચીનથી મોકલવામાં આવતી શંકાસ્પદ વસ્તુઓની તપાસ મામલે DRDOની ટીમે પોતાનો ઓફિશિયલ રિપોર્ટ સક્ષમ અધિકારીને સોપી દીધો છે.
DRDOના જાણકારોના રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે મોટા આકારની કોમ્પ્યુટર ન્યૂમેરિકલ કંટ્રોલ (CNC) મશીન ડબલ ઉપયોગ ધરાવતું ઉપકરણ છે. ડીઆરડીઓના રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે તેનો ઉપયોગ સૈન્ય એપ્લિકેશન માટે થઈ શકે છે. એક રિપોર્ટ અનુસાર સીએનસી મશીનોનો ઉપયોગ નોર્થ કોરિયા પોતાના પરમાણુ કાર્યક્રમાં કરતો રહ્યો છે. બીજી તરફ પાકિસ્તાને ચીનના જહાજને ભારતમાં જપ્ત કરવાની કાર્યવાહીનો વિરોધ કર્યો છે. પાકિસ્તાને તેને લેથ મશીન ગણાવીને સામાન્ય મામલો ગણાવ્યો છે.
એક રિપોર્ટ અનુસાર, પાકિસ્તાન જતા ચીનના કંસાઇનમેન્ટમાં એક CNC મશીન છે જેને ઇટાલીની કંપનીએ બનાવ્યું છે. DRDOએ સ્પષ્ટ કર્યું કે CNC મશીનનો ઉપયોગ પાકિસ્તાન પોતાના મિસાઇલ અને પરમાણુ હથિયાર કાર્યક્રમમાં કરી શકે છે. આ કંસાઇનમેન્ટ 22,180 કિલોનું છે અને તેને તાઇયુઆન માઇનિંગ ઇમ્પોર્ટ એન્ડ એક્સપોર્ટ કંપની લિમિટેડ તરફથી પાકિસ્તાન મોકલવામાં આવતું હતું. CNC મશીન કોમ્પ્યુટરથી ચલાવવામાં આવે છે.
આ મશીનો 1996 થી વાસેનાર સિસ્ટમમાં સામેલ છે. આ આંતરરાષ્ટ્રીય શસ્ત્ર નિયંત્રણ પ્રણાલીનો ઉદ્દેશ્ય નાગરિક અને સૈન્ય બંને ઉપયોગ માટે સાધનોના પ્રસારને રોકવાનો છે, જેમાંથી ભારત 42 સભ્ય દેશોમાંનો એક છે. જે પરંપરાગત હથિયારો અને દ્વિ-ઉપયોગી મશીનોની હિલચાલની માહિતીનું આદાનપ્રદાન કરે છે.