કર્ણાટક રાજ્યમાંથી પીએમ મોદીને જાનથી મારી નાખવાની ધમકીનો કિસ્સો સામે આવ્યો છે. યાદગીરી જિલ્લાના રંગપેટના રહેવાસી મોહમ્મદ રસૂલે સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કર્યો છે, જેમાં તેણે વડાપ્રધાન મોદી અને યોગી આદિત્યનાથને મારી નાખવાની ધમકી આપી છે. હવે આ કેસમાં આરોપી વ્યક્તિ વિરુદ્ધ યાદગીરી સુરપુર પોલીસ સ્ટેશનમાં વિવિધ કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસ આરોપીને શોધી રહી છે.
મોહમ્મદ રસૂલ કદ્દરે નામના વ્યક્તિએ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે જેમાં તે હાથમાં તલવાર લઈને પીએમ મોદીને ધમકી આપી રહ્યો છે. જો કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર આવશે તો પીએમ મોદીને મારી નાખવાની ધમકી આપી હતી. આ પછી, સ્થાનિક ભાજપ નેતાઓની ફરિયાદ પર, રસૂલ વિરુદ્ધ IPCની કલમ 505(1)(B), 25(1)(B) અને આર્મ્સ એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.
વડાપ્રધાન મોદી વિરુદ્ધ વાંધાજનક ભાષાનો ઉપયોગ કરનાર અને તેમને જાનથી મારી નાખવાની ધમકી આપનાર વ્યક્તિની ઓળખ મોહમ્મદ રસૂલ કદ્દરે તરીકે થઈ છે. તે મૂળ રંગમપેટ, સુરાપુર, યાદગીરી જિલ્લાનો છે. રસૂલ પહેલા હૈદરાબાદમાં મજૂર તરીકે કામ કરતો હતો અને ત્યાં જ સ્થાયી થયો હતો. પોલીસે રસૂલ સામે ગુનો નોંધી તેની શોધખોળ શરૂ કરી છે.