બ્રિટનના વૈજ્ઞાનિકોએ લેબોરેટરીમાં નાના આકારના ફેફસા અને અન્ય અંગો વિકસિત કરવામાં સફળતા મેળવી છે. આ શોધ ગર્ભસ્થ શિશુઓની બીમારીઓની સારવારમાં નવા રસ્તા ખોલી શકે છે. વૈજ્ઞાનિકોએ આ અંગોને ‘મિની-ઓર્ગન’ નામ આપ્યા છે. આ અંગોને ગર્ભના ભ્રુણને સંભાળીને રાખનાર દ્દવ્યથી કોશિકાઓ કાઢીને વિકસિત કરવામાં આવ્યા હતા.બ્રિટનની યુનિવર્સિટી કોલેજ (લંડન) અને ગ્રેટ ઓર્મન્ડ સ્ટ્રીટ હોસ્પિટલના વૈજ્ઞાનિકોનું કહેવું છે કે આ નાના-નાના અંગો નવી દવાઓ વિકસિત કરવાની સાથે સાથે અંગની કાર્ય પ્રણાલી સમજવામાં મદદગાર થઈ શકે છે. ગર્ભમાં બાળકો માટે જરૂરી પોષણ ઉપલબ્ધ કરાવવામાં આવે છે.
સંશોધકોએ 12 ગર્ભવતી મહિલાઓના ગર્ભમાંથી કોશિકાઓ જમા કરી હતી. સેમ્પલ નિયમિત તપાસ દરમિયાન લેવામાં આવેલા. આ કોશિકાઓમાંથી મિનિ ઓર્ગન વિકસિત કરાયા હતા.સંશોધક માતિયા ગેરલી અને તેના સહયોગીઓએ જે સ્ટેમ સેલ ગર્ભથી બહાર કાઢયા, તે ભ્રુણ દ્વારા ઉતારવામાં આવેલી કોશિકાઓ હતી. ગર્ભ દરમિયાન આમ વધુ સામાન્ય બાબત છે. વૈજ્ઞાનિકોએ કોશિકાઓને અલગ અલગ કરીને તેની ઓળખ કરી કે તે કયા અંગની છે. કોઈ કોશિકા ફેફસાની હતી તો કોઈ કિડનીની તો કોઈ આંતરડાની હતી. તેના આધારે નાના અંગ વિકસિત કરાયા હતા.