પાકિસ્તાનમાં 22 વર્ષીય વિદ્યાર્થીને વ્હોટ્સએપ મેસેજ પર ઈશ્વરનું અપમાન કરવાના આરોપમાં મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી છે. ચુકાદો આપતી વખતે, પાકિસ્તાનના પંજાબ પ્રાંતની એક અદાલતે કહ્યું કે વિદ્યાર્થીને પયગંબર વિશે અપમાનજનક શબ્દો ધરાવતા ચિત્રો અને વીડિયો માટે મૃત્યુદંડની સજા આપવામાં આવી છે. માહિતી અનુશાર અન્ય 17 વર્ષીય વિદ્યાર્થીને મૃત્યુદંડને બદલે આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી કારણ કે તે સગીર છે.
પાકિસ્તાનમાં ઈશ્વર નિંદાની સજા મૃત્યુ છે. જો કે રાજ્ય દ્વારા અત્યાર સુધી કોઈને ફાંસી આપવામાં આવી નથી, પરંતુ ગુસ્સે ભરાયેલા ટોળા દ્વારા નિંદાના ઘણા આરોપીઓને માર મારવામાં આવ્યા છે. 2022 માં લાહોરમાં પાકિસ્તાનની ફેડરલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (એફઆઇએ) ના સાયબર ક્રાઇમ યુનિટ દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદને પગલે વિદ્યાર્થી વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી. ફરિયાદીનો આરોપ છે કે તેને ત્રણ અલગ-અલગ મોબાઈલ ફોન નંબર પરથી વીડિયો અને તસવીરો મળી છે.
FIAએ કહ્યું કે તેને ફરિયાદીનો ફોન તપાસ્યો અને જાણવા મળ્યું કે તેને “અશ્લીલ સામગ્રી” મોકલવામાં આવી હતી. જોકે બંને વિદ્યાર્થીઓના વકીલોએ કહ્યું છે કે તેઓને “ખોટી રીતે ફસાવવામાં આવ્યા છે”,