વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે છે અને તેમણે અમદાવાદથી 85 હજાર કરોડના વિવિધ પ્રોજેક્ટનું શિલાન્યાસ અને લોકાર્પણ કર્યું હતુ. આ ઉપરાંત તેમણે 10 નવી વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી બતાવી છે. આ પ્રસંગે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતનાહાજર રહ્યા હતા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના પ્રવચનમાં કહ્યું કે, કેટલાક લોકો રેલવેને રાજનીતિની નજરે જૂએ છે. રેલવે કાયાપલટ વિકસિત ભારતની ગેરંટી છે અને સરકાર વંદે ભારત ટ્રેનના રૂટના લંબાવી રહી છે. આજે જે લોકાર્પણ થયા છે તે યુવાનોના વર્તમાન માટે છે
દેશના દરેક ખૂણે રેલવે પહોંચાડવાનું કામ કર્યું છે. પહેલા રેલવે સ્ટેશન ગંદકીથી ગદબદતા હતા, રાજનીતિનો શિકાર ભારતીય રેલવે બનતી હતી. અમારી સરકારે રેલવે બજેટને 6 ગણુ વધાર્યું અને આગામી પાંચ વર્ષમાં રેલવેનો સંપૂર્ણ કાયાપલટ થશે.
મોદીએ કહ્યું કે, એક ભારત શ્રેષ્ઠ ભારતનો પાયો મજબૂત બની રહ્યો છે. હાલ જે કામ ચાલે છે તે ટ્રેલર છે, મારે હજી ઘણું આગળ વધવું છે
વિકાસની ગતિ હું ક્યારેય ધીમી પડવા દેતો નથી.