ઉત્તર પ્રદેશના બદાયૂંમાં બે બાળકોની રેઝરથી કાપીને હત્યા કરવામાં આવી હતી. માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. પોલીસે મુખ્ય આરોપીને એન્કાઉન્ટરમાં ઠાર માર્યો છે.
ઉત્તર પ્રદેના બદાયૂંમાં ત્રણ બાળકો પર રેઝર વડે હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં બે બાળકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા અને એક બાળક ઘાયલ થયો હતો. તે જ સમયે, મુખ્ય આરોપી જાવેદ પોલીસ એન્કાઉન્ટરમાં માર્યો ગયો છે.
વાસ્તવમાં, વિનોદ કુમારની પત્ની બાબા કોલોનીમાં ઘરે પાર્લર ચલાવે છે. તે તેના 3 બાળકો સાથે ઘરે એકલી હતી. જાવેદ અને સાજીદ વિનોદના ઘરની સામે સલૂન ચલાવે છે. બંનેનો વિનોદના પરિવાર સાથે અવારનવાર વિવાદ થતો હતો. પડોશીઓએ જણાવ્યું કે મંગળવારે સાંજે સાજીદ અને જાવેદ વિનોદના ઘરે આવ્યા અને બીજા માળે વિનોદના પુત્રો આયુષ, પીયૂષ અને હની પર રેઝર વડે હુમલો કરવા લાગ્યા. આ દરમિયાન માતા સંગીતા પાર્લરમાં નીચે હતી. બૂમો સાંભળીને લોકો ઉપરના માળે દોડી આવ્યા હતા, પરંતુ આરોપી ભાગી ગયો હતો.
હત્યા બાદ પોલીસને જાણ કરવામાં આવી હતી. ટોળાએ પોલીસને લાશનો કબજો લેવા દીધો ન હતો.રોષે ભરાયેલા ટોળાએ રોડ પર તોડફોડ કરી બ્લોક કરી દીધો હતો. પોલીસે એક આરોપીની અટકાયત કરી છે. પોલીસે મુખ્ય આરોપીને એન્કાઉન્ટરમાં ઠાર માર્યો છે.