મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં સ્થિત મહાકાલ મંદિરમાં સોમવારે ભસ્મ આરતી દરમિયાન લાગેલી આગમાં સેવકો સહિત 14 પૂજારી દાઝી ગયા હતા. ઉજ્જૈનના કલેક્ટર નીરજ કુમાર સિંઘે જણાવ્યું હતું કે પૂજા થાળીમાં સળગતા કપૂર ધરાવતો ગુલાલ અથવા રંગીન પાવડર સવારે 5:50 વાગ્યે પડ્યો ત્યારે આગ લાગી હતી. મુખ્યમંત્રી મોહન યાદવે આ ઘટનામાં દરેક ઘાયલ વ્યક્તિને 1 લાખ રૂપિયાની આર્થિક સહાય અને મફત સારવારની જાહેરાત કરી. મુખ્યમંત્રીએ કહ્યું કે ઘાયલોને શ્રેષ્ઠ ઉપલબ્ધ સારવાર વિનામૂલ્યે પૂરી પાડવામાં આવશે. આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય તે માટે વહીવટીતંત્ર શક્ય તમામ પ્રયાસો કરશે.
કલેક્ટરે કહ્યું, “ચૌદ પૂજારીઓ દાઝી ગયા. પૂજાની થાળી પર ‘ગુલાલ’ પડતાં આગ ફાટી નીકળી હતી, જેમાં સળગતું ‘કપૂર’ હતું. બાદમાં આગ ફ્લોર પર ફેલાઈ ગઈ અને જ્વાળાઓમાં ફેરવાઈ ગઈ.તેમણે કહ્યું કે કેટલાક ઘાયલોની અહીં જિલ્લા હોસ્પિટલમાં સારવાર કરવામાં આવી રહી છે, જ્યારે અન્ય આઠ લોકોએ ઈન્દોરમાં સારવાર લીધી છે. કલેક્ટર નીરજ કુમાર સિંઘે વધુમાં જણાવ્યું હતું કે મેજિસ્ટ્રિયલ તપાસનો આદેશ આપવામાં આવ્યો છે, જે જિલ્લા પંચાયતના સીઈઓ મૃણાલ મીના અને અધિક કલેક્ટર અનુકુલ જૈન દ્વારા હાથ ધરવામાં આવશે અને ત્રણ દિવસમાં અહેવાલ સુપરત કરવામાં આવશે. આ ઘટના મંદિરમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે.
મોદીએ કહ્યું, “ઉજ્જૈનના મહાકાલ મંદિરમાં જે દુર્ઘટના થઈ તે અત્યંત દુઃખદાયક છે. હું આ દુર્ઘટનામાં ઘાયલ થયેલા (દાઝેલા) તમામ ભક્તોના ઝડપથી સ્વસ્થ થવાની કામના કરું છું. રાજ્ય સરકારની દેખરેખ હેઠળ, સ્થાનિક વહીવટીતંત્ર પીડિતોને શક્ય તમામ મદદ પૂરી પાડવામાં વ્યસ્ત છે.”