દેશભરમાં હોળીનું સેલિબ્રેશન કરવામાં આવ્યું હતું અને તેમાં પણ બૉલીવૂડ સ્ટાર્સ રણબીર કપૂર અને આલિયા ભટ્ટનો મુંબઈમાં હોળીના સેલિબ્રેશનનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે. મલયાલમ અભિનેત્રી નાદિયાએ પણ સોશિયલ મીડિયા પર અલિયા અને રણબીર સાથે હોળી રમી રમવાનો વીડિયો શેર કર્યો હતો. આ વીડિયોમાં નાદિયા અલિયા-રણબીર સાથે તેમની દીકરી રહા કપૂર સાથે પણ હોળી રમતી જોવા મળી રહી છે.
બૉલીવૂડના સ્ટાર કપલ અલિયા ભટ્ટ અને રણબીર કપૂરે મલયાલમ અભિનેત્રી નાદિયા સાથે હોળીની ઉજવી હતી, જેનો વીડિયો હવે વાઇરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં નાદિયા સૌથી પહેલા રણબીર કપૂરને કલર લગાવે છે ત્યારબાદ આલિયા પાસે જઈને તેના ચહેરા પર પણ રંગ લગાવે છે. આલિયાની બાજુમાં તેની દીકરી રાહા પણ જોવા મળે છે જે માત્ર આ શું થઈ રહ્યું છે? એ જાણવાનો પ્રયત્ન કરી હોય એવું લાગી રહ્યું છે.
નાદિયાએ શેર કરેલા વીડિયોમાં રણબીરે લાલ રંગની શોર્ટ્સ સાથે બ્લુ ટી-શર્ટ પહેર્યું છે અને આલિયા ઓરેન્જ ટોપ અને પિન્ક શોર્ટમાં જોવા મળી રહી છે. આ વીડિયોને શેર કરીને નાદિયાએ ‘દરેકને હેપ્પી હોળી. અલિયા ભટ્ટ, રણબીર કપૂર, રાહા અને બીજા મિત્રો સાથે હોળીની ઉજવણી કરીને હું ખૂબ જ ખુશ છું.’ એવું કેપ્શન આપ્યું હતું.