લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં આજે 21 રાજ્યોની 102 બેઠકો માટે નોમિનેશનની છેલ્લી તારીખ છે. તેની પ્રક્રિયા 20 માર્ચથી શરૂ થઈ હતી. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, 28 માર્ચે નામાંકન ફોર્મની ચકાસણી થશે અને ઉમેદવારો 30 માર્ચ સુધી તેમના નામ પાછા ખેંચી શકશે.
ચૂંટણીના પ્રથમ તબક્કામાં 19 એપ્રિલે મતદાન થશે. આ 102 બેઠકોમાં તામિલનાડુની 39, રાજસ્થાનની 12 અને મધ્યપ્રદેશની 6 બેઠકોનો સમાવેશ થાય છે. ચૂંટણી પંચે 16 માર્ચે પ્રેસ કોન્ફરન્સ કરીને લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરી હતી. જો કે બિહારમાં હોળીના કારણે શિડ્યુલમાં ફેરફાર કરવામાં આવ્યો છે. અહીં નોમિનેશન માટેની છેલ્લી તારીખ 28 માર્ચ નક્કી કરવામાં આવી છે. 30 માર્ચે સ્ક્રુટીની થશે. બિહારના ઉમેદવારો 2 એપ્રિલ સુધી તેમના નામ પાછા ખેંચી શકશે.