ઇઝરાયલ પર હમાસ આતંકીઓના બર્બરતા હુમલા પછી એક શરમજનક તસ્વીર આવી હતી. હમાસ આતંકીઓએ ઇઝરાયલમાંથી એક જર્મન યુવતીને પણ બંધક બનાવી હતી. તેનું નામ શાની લાઉક હતું. તે એક ટેટૂ આર્ટિસ્ટ હતી. આતંકીઓએ તેને નિર્વસ્ત્ર કરી ગાડીમાં બેસાડી દીધી. પછી મારી નાખી અને તેનાં નિર્વસ્ત્ર શબને ગાડી ઉપર (વાન ઉપર) મુકી તેમના કબ્જા નીચેના વિસ્તારમાં ચારે બાજુ ફેરવ્યું. આ સાથે તેની તસ્વીરો પણ લીધી જે જોઇને રાક્ષસોનાં પણ દિલ પીગળી જાય તેવી પરિસ્થિતિ ઉભી થઇ. તે તસ્વીરોને એવોર્ડ મળતાં દુનિયાભરમાં વિવાદ જાગ્યો છે.
ન્યૂયોર્ક પોસ્ટના રીપોર્ટ પ્રમાણે આ તસ્વીરને થીમ પિક્ચર સ્ટોરી ઓફ ધ યર નો એવોર્ડ મળ્યો છે. આ તે ૨૦ તસ્વીરો પૈકીની એક છે કે જેને માટે ન્યૂઝ એજન્સીને એવોર્ડ મળ્યો હોય. જો કે તે એવોર્ડ મળ્યા પછી દુનિયાભરમાં વિવાદ છેડાઈ ગયો છે. ઘણાનું તો તેમ કહેવું છે કે જે તસ્વીર માટે પત્રકારને જેલ થવી જોઇએ. તેને એવોર્ડ આપવામાં આવે છે. તો બીજી તરફ કેટલાકનું તેમ કહેવું છે કે આ બર્બરતાને દુનિયા સમક્ષ રજૂ કરનાર પત્રકારે દર્શાવેલી હિમ્મત માટે તેને અપાયેલો એવોર્ડ યોગ્ય જ છે, તેટલું જ નહીં પરંતુ તે પ્રશંસનીય છે.
આ એવોર્ડ આપનાર ગુ્રપનું કહેવું છે કે આ દુનિયાનો સૌથી જૂનો ફોટો એવોર્ડ છે. તે જાહેર કરવા માટે પહેલાં શ્રેષ્ઠ વિદ્વાનો સમક્ષ તે તસ્વીરો મુકાય છે. તેઓ કહે તે પ્રમાણે એવોર્ડ અપાય છે. ઉલ્લેખનીય છે કે શાની લાઉક સાથે પહેલાં બર્બરતા કરવામાં આવી હતી તે પછી આતંકીઓએ તેની હત્યા કરી અને તેનાં નગ્ન મૃતદેહને વાન ઉપર રાખી પોતાના કબ્જા નીચેના વિસ્તારમાં ફેરવ્યું. આથી વધુ બર્બરતા શી હોઈ શકે તેમ પણ એક યૂઝરે તેના પોસ્ટ ઉપર લખ્યું છે.





