અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ આગામી દિવસોમાં પશ્ચિમી વિક્ષેપ આવશે જેના કારણે 31 માર્ચ સુધી મહતમ અને ન્યુનતમ ઉષ્ણતામાન સામાન્ય ઘટાડો થવાની શકયતા રહેશે. જે બાદ એપ્રિલ મહિનામાં વાદળછાયુ વાતારણ આવવાની શકયતા રહેશે અને 8 એપ્રિલે રાજયમાં ફરીથી પશ્ચિમી વિક્ષેપ આવશે. જેના કારણે 12 એપ્રિલથી હવામાનમાં પલટો આવી શકે છે. જેથી 12 થી 14 એપ્રિલના ત્રણ દિવસનાં સમયગાળા દરમ્યાન ગુજરાતના કોઈ પણ ભાગમાં આંધી-વંટોળ સાથે પ્રિ.મોન્સુન એકટીવીટી શરૂ થવાની શકયતા રહેશે.આ દરમ્યાન રાજયના કોઈ-કોઈ ભાગમાં છુટોછવાયો વરસાદ પડી શકે છે.
એપ્રિલની 16 તારીખથી પુન: પશ્ચિમી વિક્ષેપ આવશે. જયારે આગામી 27 થી 29 એપ્રિલ દરમ્યાન આંધી-વંટોળનુ પ્રમાણ વધી શકે છે. આમ એપ્રિલ મહિનામાં ગુજરાતના ભીન્ન-ભીન્ન ભાગોમાં આંધી, વંટોળ અને ગાજવીજ સાથે વરસાદ થવાની શકયતા રહેશે. હવામાન વિભાગે વધુ એક વાર કાળઝાળ ગરમીની આગાહી કરી છે.
રાજયમાં સૌથી વધુ ગરમ રાતને લઈને પણ હવામાન વિભાગે ચેતવણી આપી છે. સાથે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં હીટવેવની આગાહી સહીત અમદાવાદ, બનાસકાંઠા,આણંદ, વડોદરામાં રાત્રી દરમ્યાન ગરમીની આગાહી કરી છે. ત્યારે આગામી દિવસોમાં તાપમાન સામાન્ય કરતા 4-5 ડીગ્રી વધુ ગરમી લાગે તેવી સંભાવના વ્યકત કરી છે. રાજયમાં કાળઝાળ ગરમીએ રેકોર્ડ તોડયો છે.ત્યારે આગામી 5 દિવસ દરમ્યાન ગરમીનો પારો ઉપર જશે.