સુરેન્દ્રનગરના લીંબડીના ટોકરાળા ગામે પાણી ભરેલી ડોલમાં દોઢ વર્ષનું બાળક પડી જતા મોત થયું છે. ઘટનાને પગલે સમગ્ર પંથકમાં શોકનો માહોલ છવાયો છે.
ટોકરાળા ગામે મજૂરી કામ માટે આવેલ પરિવારના બાળક ગામની સીમમાં રમતું હતું. તે રમતા રમતા પાણીની ડોલમાં પડી જતા તેનું મૃત્યું થયું છે. અમરેલીના લાઠીથી મજૂરીકામ માટે પરિવાર આવ્યો હતો. માતા-પિતા માટે આંખ ઉઘાડતો કિસ્સો સામે આવ્યો છે. કારણ કે, પોતાના નાના બાળકને એકલું મૂકવું કેટલું જોખમી સાબિત થઈ શકે છે, તે આ ઘટના પરથી જાણી શકાય છે.