ગુજરાત ટાઇટન્સએ ઈન્ડિયન પ્રીમિયર લીગ-2024માં બીજી જીત હાંસલ કરી છે. ટીમે વર્તમાન સિઝનની 12મી મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદને 7 વિકેટે હરાવ્યું હતું.
અમદાવાદમાં રવિવારે રમાયેલી પ્રથમ મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદે ટૉસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય કરતાં ગુજરાતના બેટર્સે 19.1 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 20 ઓવરમાં 7 વિકેટે 163 રનનો ટાર્ગેટ ચેઝ કર્યો હતો. સાઈ સુદર્શને 36 બોલમાં 45 રનની ઇનિંગ રમી હતી જ્યારે ડેવિડ મિલરે 27 બોલમાં અણનમ 44 રન બનાવ્યા હતા. કેપ્ટન શુભમન ગિલે 36 રન અને રિદ્ધિમાન સાહાએ 25 રનનું યોગદાન આપ્યું હતું. SRH માટે અભિષેક શર્મા અને અબ્દુલ સમદે સમાન 29-29 રન બનાવ્યા હતા. હેનરિક ક્લાસને 24 રનનું યોગદાન આપ્યું હતું. મોહિત શર્માએ ત્રણ વિકેટ ઝડપી હતી.