તિહાર જેલમાં બંધ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનું વજન ઝડપથી ઘટી રહ્યું છે. આમ આદમી પાર્ટીના સૂત્રોએ આ મોટો દાવો કર્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ધરપકડ બાદ કેજરીવાલે સાડા ચાર કિલો વજન ઘટ્યું છે. ઝડપથી ઘટી રહેલા વજનને લઈને ડૉક્ટરોએ ચિંતા વ્યક્ત કરી છે. કેજરીવાલ ત્રણ દિવસથી જેલમાં છે. સોમવારે તેમને 15 દિવસ માટે જેલમાં મોકલી દેવામાં આવ્યા હતા.
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ હાલ તિહાર જેલ નંબર 2 માં છે. 4 દિવસના રિમાન્ડ બાદ EDએ સોમવારે તેમને દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાં રજૂ કર્યા હતા. સુનાવણી બાદ કોર્ટે તેમને 15 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધા હતા. કેજરીવાલને તિહાર જેલમાં મોકલતા પહેલા તેમનું મેડિકલ કરવામાં આવ્યું હતું. મેડિકલ તપાસ બાદ તેમને તિહાર જેલ નંબર 2માં ખસેડવામાં આવ્યા હતા.
કેજરીવાલ 15 એપ્રિલ સુધી જેલના સળિયા પાછળ રહેશે. તેઓ જેલમાં માત્ર છ લોકો મળી શકે છે. કેજરીવાલે આ માટે છ નામ સૂચવ્યા છે.