આમ આદમી પાર્ટી (AAP)ના રાજ્યસભા સાંસદ સંજય સિંહને 6 મહિના બાદ રાત્રે 8:15 વાગ્યે તિહાર જેલમાંથી જામીન પર મુક્ત કરવામાં આવ્યા હતા. જેલમાંથી બહાર આવીને તેમણે કાર્યકરોનું અભિવાદન કર્યું હતું. આ પછી તેઓ સીધા અરવિંદ કેજરીવાલના ઘરે ગયા હતા. સંજય અરવિંદની પત્ની સુનીતા કેજરીવાલને મળ્યા, તેમને પગે લાગ્યા.
આ પછી સંજય લગભગ 10.15 વાગે AAP પાર્ટી ઓફિસ પહોંચ્યા. અહીં ગોપાલ રાયે હાર પહેરાવીને સંજયનું સ્વાગત કર્યું હતું. ત્યારબાદ સંજયે કાર્યકરોને સંબોધ્યા. સુપ્રીમ કોર્ટે મંગળવારે (2 એપ્રિલ) તેમને દિલ્હી લિકર પોલિસી કેસમાં જામીન આપ્યા હતા. કાયદાકીય પ્રક્રિયાને કારણે ગઈકાલે મુક્તિ થઈ શકી ન હતી.સંજય સિંહની પત્ની અનિતા સિંહ બુધવારે જામીનની પ્રક્રિયા પૂર્ણ કરવા માટે રાઉઝ એવન્યુ કોર્ટ પહોંચી હતી. સંજય સિંહની પત્નીએ 2 લાખ રૂપિયાના બોન્ડ ભર્યા હતા.
કોર્ટે સંજય સિંહના જામીન માટે ત્રણ શરતો રાખી હતી. પ્રથમ- તે જેલની બહાર જઈને એક્સાઈઝ પોલિસી કેસ સાથે સંબંધિત કોઈ નિવેદન નહીં આપે. બીજું- પોતાનો પાસપોર્ટ સરેન્ડર કરશે. જો દિલ્હીની બહાર જશે, તો તપાસ એજન્સીને જાણ કરવી પડશે અને લાઇવ લોકેશન શેર કરવું પડશે.