કોવિડ-19 થી પણ વધુ ગંભીર બીમારી H5N1 બર્ડ ફ્લૂ (Bird Flu) રોગ ફેલાવવાની સંભાવના છે. વૈજ્ઞાનિકો અને નિષ્ણાતો બર્ડ ફ્લૂને કોવિડ-19 થી 100 ગણો વધુ ખતરનાક કહે છે. અને સંભવ છે કે તેનાથી 50 ટાકા સંક્રમિત લોકોને અસર થઈ શકે છે. આરોગ્ય નિષ્ણાતોએ બર્ડ ફ્લૂ H5N1ના સંભવિત જોખમ અંગે ચિંતા વ્યક્ત કરી છે. તેમનું કહેવું છે કે આ નવો રોગ કોરોના મહામારી કરતા 100 ગણો વધુ ખતરનાક સાબિત થઈ શકે છે. આ ફ્લૂના કારણે લોકોના મોત થવાની પણ પ્રબળ સંભાવના છે.
પિટ્સબર્ગમાં બર્ડ ફ્લૂના અગ્રણી સંશોધક ડૉ. સુરેશ કુચીપુડીએ ચેતવણી આપી છે કે H5N1માં રોગચાળો ફેલાવવાની ક્ષમતા છે. આ એટલા માટે છે કારણ કે તે મનુષ્યો તેમજ ઘણા સસ્તન પ્રાણીઓને સંક્રમિત કરવાની ક્ષમતા ધરાવે છે. ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રી કન્સલ્ટન્ટ અને કેનેડા સ્થિત ફાર્માસ્યુટિકલ કંપની બાયોનિયાગ્રાના સ્થાપક જ્હોન ફુલ્ટને પણ આ અંગે ચિંતા વ્યક્ત કરી છે. તેમણે એમ પણ કહ્યું છે કે જો H5N1 મહામારીનું રૂપ ધારણ કરે છે તો તે ખૂબ જ ગંભીર હશે. તે કોવિડ -19 કરતાં વધુ ઘાતક હોઈ શકે છે. ફુલ્ટને કહ્યું કે તે COVID કરતા 100 ગણું વધારે ઘાતક રીતે સંક્રમિત કરવાની ક્ષમતા ધરાવે છે.
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) અનુસાર, 2003 થી H5N1 બર્ડ ફ્લૂથી સંક્રમિત દર 100 દર્દીઓમાંથી 52 મૃત્યુ પામ્યા છે. અત્યાર સુધીમાં 887 કેસ નોંધાયા છે, જેમાંથી કુલ 462 લોકોના મોત થયા છે. તે જ સમયે, કોવિડ -19 થી સંક્રમિત દર્દીઓનો મૃત્યુ દર 0.1 ટકા કરતા ઓછો છે. જો કે, રોગચાળાની શરૂઆતમાં તે લગભગ 20 ટકા હતો.
લાઈવ સાયન્સના અહેવાલ મુજબ, H5N1 એ એવિયન ઈન્ફલ્યુએન્ઝા A નો પેટા પ્રકાર છે. આ બર્ડ ફ્લૂ વાયરસનું જૂથ છે. તે અત્યંત જોખમી માનવામાં આવે છે, તે મરઘાંમાં ગંભીર અને ઘણીવાર જીવલેણ રોગનું કારણ બને છે. તે મુખ્યત્વે પક્ષીઓને અસર કરે છે. H5N1 મનુષ્યો સહિત જંગલી પક્ષીઓ અને ક્યારેક સસ્તન પ્રાણીઓને પણ સંક્રમિત કરી શકે છે. આ રોગ મનુષ્યો અને પ્રાણીઓ માટે જીવલેણ બની શકે છે. H5N1 વાયરસ પ્રથમ વખત 1996 માં ચીનમાં પક્ષીઓમાં જોવા મળ્યો હતો. એક વર્ષ પછી હોંગકોંગમાં ફાટી નીકળ્યો હતો.