રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતની આગામી મુલાકાત વડોદરા અને ભરૂચ જેવા મતવિસ્તારોમાં વધતી જતી જૂથવાદની પૃષ્ઠભૂમિમાં મહત્વ ધરાવે છે.કારણ કે ચાલી રહેલા રાજકીય વિખવાદ પર તેની સંભવિત અસર વિશે અટકળો છે. RSS વડા મોહન ભાગવત 6 એપ્રિલ શનિવારના રોજ વડોદરા પહોંચવાના છે.7 એપ્રિલે ભાગવત ગરુડેશ્વર ખાતેના દત્ત મંદિરમાં સવારના દર્શન માટે જશે.આ દરમિયાન વડોદરામાં બૌદ્ધિકો સાથે બેઠક કરશે.