દાંતા તાલુકામાંથી એક હચમચાવે એવી ઘટના સામે આવી છે. મોરડુંગરાની પ્રાથમિક શાળામાં હીંચકે ઝૂલતી 3 સગી બહેનોને અચાનક જોરદાર કરંટ લાગ્યો હતો, જે પૈકી 2 સગી બહેનોનાં કરુણ મોત થયાં છે, જ્યારે અન્ય એક બહેનની હાલત ગંભીર છે.
પ્રાથમિક તપાસ મુજબ આ બાળકીઓ શાળામાં અભ્યાસ કરતી નથી. સામાજિક પ્રસંગે સાંધોશીથી પરિવાર અહીં આવ્યો હતો. લોખંડના હીંચકા નજીક પાણીના બૉર્ડનું સ્ટાર્ટર હોવાથી એમાં કરંટ આવતાં આ કરૂણાંતિકા સર્જાઈ છે. બન્ને બહેનોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે માંકડી CHC ખસેડવામા આવ્યા હતા.