ન્યૂયોર્ક સિટી બે દિવસમાં બે કુદરતી દુર્ઘટનાનું શિકાર બન્યું છે. 4 એપ્રિલ, 2024 ના રોજ, ભારે વાવાઝોડા દરમિયાન સ્ટેચ્યુ ઓફ લિબર્ટી પર વીજળી ત્રાટકી હતી. અને તેના બીજા દિવસે શહેર 4.8 ની તીવ્રતાના ભૂકંપથી હચમચી ગયું હતું, જે છેલ્લા 40 વર્ષમાં આ વિસ્તારમાં આવેલો સૌથી મોટો ભૂકંપ હતો.
ઉપરઉપરી ઘટેલી આ બે ઘટનાએ સોશિયલ મીડિયા પર હલચલ મચાવી દીધી છે. ઘણા લોકોએ આને કુદરતી ઘટના કહે છે, તો ઘણા લોકો તેને એક અસામાન્ય ઘટના કહે છે, અને ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું છે કે, “શું હું એકમાત્ર વ્યક્તિ છું જે વિચારે છે કે સ્ટેચ્યુ ઓફ લિબર્ટી પર ગઈકાલે વીજળીથી ત્રાટકી હતી અને આજે ન્યુ યોર્કમાં ભૂકંપ આવ્યો હતો?” તો અન્ય એક યુઝરે લખ્યું. શુક્રવારની સવારે, ન્યુ જર્સીના લેબનોન નજીક કેન્દ્રમાં આવેલો ધરતીકંપ સમગ્ર ન્યૂયોર્ક મેટ્રોપોલિટન વિસ્તાર અને તેની બહાર અનુભવાયો હતો, જેમાં નોંધપાત્ર નુકસાનના તાત્કાલિક અહેવાલો નથી. પરંતુ સ્ટેચ્યુ ઓફ લિબર્ટી પર વીજળી પડી તેના એક દિવસ બાદ ન્યૂયોર્કમાં ભૂકંપ આવ્યો.