Wednesday, July 2, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

10 પાસ યુવકે અમેરિકનોને છેતર્યા :લોનની લાલચ આપી ઠગતો હતો

રાતે 12થી 5 વાગ્યા સુધી ઘરેથી જ ફોન કરી રોજ 30 લોકોને ટાર્ગેટ કરતો

dharmendravaghela by dharmendravaghela
2024-04-06 12:13:27
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

જુહાપુરાનો ધોરણ 10 પાસ યુવક ફાંકડું અંગ્રેજી બોલી અમેરિકન નાગરિકોને લોનની લાલચ આપી ઠગતો હતો. પોલીસે બાતમીને આધારે તેને ઝડપી પાડ્યો હતો. ધોરણ 10 સુધી ભણેલો સોહિલ પરવેઝ રાશિદ પરવેઝ શેખ (ઉં. 27) અમેરિકાના લોકો સાથે ફોન પર ‘મે આઈ હેલ્પ યુ’ અને ‘વોટ કેન આઈ ડુ ફોર યુ’ તેવી વાત કરીને લોન લેવા માટે તૈયાર કરતો હતો. બેંકનો લોનનો નકલી અપ્રૂવલ લેટર બતાવીને કમિશન પેટે ગિફ્ટ વાઉચરથી ડોલરમાં પૈસા પણ લેતો હતો. આ યુવક તેના ઘરમાં જ રાતે 12 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી કોલ સેન્ટર ચલાવતો હતો. તે રોજ રાતે 30 લોકો સાથે વાત કરતો હતો.
પોલીસે રેડ પાડી ત્યારે સોહિલ અમેરિકી નાગરિક સાથે જ વાત કરી રહ્યો હતો.તેની પાસેથી લેપટોપ, 3 ફોન મળ્યા હતા. પૂછપરછમાં સોહિલે જણાવ્યું હતું કે, તે અગાઉ રખિયાલમાં કોલ સેન્ટર ચલાવતો હતો ત્યારે હબીબ શેખ નામની વ્યક્તિના સંપર્કમાં આવ્યો હતો. ત્યાર બાદ હબીબ દિલ્હી જતો રહ્યો હતો અને ત્યાંથી કોલ સેન્ટર ચલાવતો હતો. હબીબ જે એપ આપે તેમાં 150થી 200 અમેરિકીના ડેટા રહેતો હતો.
હબીહ દોઢ વર્ષ પહેલાં અમદાવાદમાં જ કોલ સેન્ટર ચલાવતો હતો, પરંતુ તે દિલ્હી-નોઇડાથી સોહિલ જેવા યુવાનોને અમેરિકાના નાગરિકોનો ડેટા મોકલીને ઘરે બેઠા કોલ સેન્ટર ચલાવડાવે છે. જોકે તે અમેરિકન નાગરિકોનો ડેટા ક્યાંથી કેવી રીતે કોની પાસેથી લાવે છે તેમ જ તેની સાથે આ કારોબારમાં કોણ સંડોવાયેલું છે તેની તપાસ માટે પોલીસની ટીમ દિલ્હી જશે.

Tags: Ahmedabadarrestcheating us citizenjuhapura
Previous Post

પશ્મિના માર્ચ પહેલા લેહમાં કલમ 144 લાગુ

Next Post

વિપક્ષી ગઠબંધનનું નામ I.N.D.I.A. રાખવા પર 10મી એપ્રિલે કોર્ટની અંતિમ મુદત

dharmendravaghela

dharmendravaghela

Related News

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત
તાજા સમાચાર

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત

July 1, 2025
યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત
તાજા સમાચાર

યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત

July 1, 2025
હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા
તાજા સમાચાર

હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા

July 1, 2025
Next Post
વિપક્ષી ગઠબંધનનું નામ I.N.D.I.A. રાખવા પર 10મી એપ્રિલે કોર્ટની અંતિમ મુદત

વિપક્ષી ગઠબંધનનું નામ I.N.D.I.A. રાખવા પર 10મી એપ્રિલે કોર્ટની અંતિમ મુદત

ઈરાન ઈઝરાયલ પર હુમલો કરવાની તૈયારીમાં!

ઈરાન ઈઝરાયલ પર હુમલો કરવાની તૈયારીમાં!

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.