MCX પછી આજે સોના અને ચાંદીના ભાવે બુલિયન માર્કેટમાં પણ તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. આજે સોનું 1182 રૂપિયા મોંઘુ થયું અને 71064 રૂપિયા પ્રતિ 10 ગ્રામના દરે ખુલ્યું. જ્યારે આજે ચાંદીનો ભાવ કિલો દીઠ રૂ. 2287 વધીને ખૂલ્યો હતો. આજે ચાંદી રૂ.81383 પર ખુલી છે.
IBJA ના લેટેસ્ટ રેટ મુજબ આજે 23 કેરેટ સોનું પણ 70779 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયું છે. આજે તે 1177 રૂપિયા મોંઘો થયો હતો. બીજી તરફ, 22 કેરેટ સોનાનો ભાવ 10 ગ્રામના રૂ. 64012ના અગાઉના બંધથી રૂ. 1083 વધીને રૂ. 65095 પર પહોંચી ગયો હતો. જ્વેલરીમાં સૌથી વધુ વપરાતું 18 કેરેટ સોનું પણ આજે રૂ.886 વધીને રૂ.53292 પર પહોંચી ગયું છે. જ્યારે 14 કેરેટ સોનાનો ભાવ 691 રૂપિયાના ઉછાળા સાથે રૂપિયા 41572 પર પહોંચી ગયો છે.