મુંબઈમાં શિવાજી પાર્કમાં MNSની ગુડી પડવા ઉત્સવની જનસભાને સંબોધતા રાજ ઠાકરેએ કહ્યું, “મહારાષ્ટ્ર નવનિર્માણ સેના ‘ભાજપ-શિવસેના-એનસીપી’ના મહાગઠબંધનને બિનશરતી સમર્થન આપી રહી છે. આ સમર્થન માત્ર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને NDA ગઠબંધન માટે છે. હવે બધાએ ચૂંટણીની તૈયારી કરવી જોઈએ”
રાજ ઠાકરેએ NDA ગઠબંધનમાં જોડાવાની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. આ સાથે આ સાથે જ તેમણે એ પણ જાહેરાત કરી કે આ લોકસભા ચૂંટણીમાં તેમની પાર્ટી ચૂંટણી નહીં લડે. ભાજપ પહેલાથી જ ઈચ્છતું હતું કે રાજ ઠાકરે આ મહાગઠબંધનનો ભાગ બને અને પીએમ નરેન્દ્ર મોદીના વિઝનને સમર્થન આપે.
લોકસભા ચૂંટણી-2024ના વાતાવરણમાં મહારાષ્ટ્રમાં મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરે છેલ્લા કેટલાક અઠવાડિયાથી ચર્ચામાં છે. પહેલા તેમણે દિલ્હીમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અને ભાજપ નેતા અમિત શાહ સાથે મુલાકાત કરી હતી. બાદમાં તેઓ મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદે અને ડેપ્યુટી સીએમ અને ભાજપ નેતા દેવેન્દ્ર ફડણવીસને મુંબઈની એક હોટલમાં મળ્યા હતા.