ભાજપના રાજકોટના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા સામેનો વિવાદ દિવસે દિવસે વધી રહ્યો છે. જેના ભાગરૂપે 10 એપ્રિલને બુધવારે પાટણ ખાતે બનાસકાંઠા, મહેસાણા, પાટણ એમ ત્રણ જિલ્લાના ક્ષત્રિયોનું અસ્મિતા અને સ્વાભિમાન સંમેલન યોજાઈ રહ્યું છે. જેમાં ત્રણેય જિલ્લામાંથી અંદાજે 5000 જેટલા ક્ષત્રિયો એકઠા થઈને રૂપાલાનો વિરોધ કરશે.
10 એપ્રિલના બુધવારે બપોરે ત્રણ કલાકે પાટણ શહેરના વાળીનાથ ચોક કેનાલ રોડ ઉપર આવેલ દાનસિંહજી જાડેજા રાજપૂત છાત્રાલય ખાતે ક્ષત્રિય અસ્મિતા અને સ્વાભિમાન સંમેલનમાં પાટણ, બનાસકાંઠા અને મહેસાણા જિલ્લાનાં ક્ષત્રિય ભાઈઓ-બહેનો, માતા, વડીલો એકઠા થઈને ભાજપ અને રૂપાલા સામેનો વિરોધ ઉગ્ર બનાવશે.