Saturday, June 20, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ઈદની ઉજવણી માતમમાં ફેરવાઈ, 2 સગાભાઈ સહિત 3 યુવાનો ડેમમાં ડૂબી જતા મોત

પંચમહાલના પાનમડેમ વિસ્તારમાં પાનમ ડેમ ફરવા ગયા હતા

dharmendravaghela by dharmendravaghela
2024-04-12 11:37:03
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

પંચમહાલના પાનમડેમ વિસ્તારમાં પાનમ કેનાલમાં ત્રણ યુવાનોના ડૂબ્યા. રમજાન ઈદનો તહેવાર હોવાથી કોઠંબાના ત્રણ યુવાનો પાનમ ડેમ ફરવા ગયા હતા. ત્રણેય યુવાનોના મૃતદેહ પાનમ કેનાલમાંથી મળી આવ્યા છે. ત્રણે યુવાનો મહીસાગરના કોઠંબાના હોવાનુ જાણવા મળ્યું છે.
મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના કોઠંબા જેવા નાનકડા ગામમાં રહેતા મુસ્લિમ સમાજના ત્રણ યુવાનો નામે મો.બુરહાન હાજી સઈદ નગીના, નિહાલ રફીક શેખ અને ફરહાદ શૈખ ગુરુવારની સવારમાં મિત્ર વર્તુળ સાથે ઈદના તહેવાર હોવાથી આનંદપૂર્વક ઈદની ઉજવણી કર્યા બાદ શહેરા તાલુકાના પાનમ ડેમ ખાતે ફરવા માટે ગયા હતા. ત્રણેય યુવાનો પોતાની સાથે નાસ્તો લાવ્યા હતા જ્યાં નાસ્તો પત્યા બાદ એક યુવાન બાજુમાં આવેલી પાનમ સિંચાઈની કેનાલમાં પીવાના પાણીની બોટલમાં પાણી ભરવા જતા તેનો પગ લપસતા પાણીમાં ડૂબવા લાગ્યો હતો.
આ સમયે ડૂબતા યુવાનને બચાવવા અન્ય યુવાન પડતા તે પણ ડૂબવા લાગતા ત્રીજો બંને ડૂબતા યુવાનોને બચાવવા પડતા ત્રણેય યુવાનો કેનાલના ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા અને બૂમાબૂમ કરવા લાગ્યા હતા. આ સાંભળી આસપાસના માણસો દોડી આવ્યા હતા અને આ બાબતની જાણ શહેરા પોલીસ મથકે કરતા પોલીસ સ્ટાફ સાથે ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. ગ્રામજનોની મદદ લઈ કેનાલમાં ત્રણેય યુવકોના મૃતદેહોને શોધવાનું અભિયાન હાથ ધર્યું હતું. ખૂબ મહેનતના અંતે આખરે ત્રણે યુવાનોના મૃતદેહો હાથ લાગ્યા હતા અને ઓળખાણ થતાં તેઓના કુટુંબીજનોને જાણ કરવામાં આવી હતી.

Tags: 3 dubyalunavadapanam dam
Previous Post

સુરેન્દ્રનગરના સોમાભાઈ પટેલે કોંગ્રેસને કર્યા રામ રામ

Next Post

ભરઉનાળે ચોમાસા જેવો માહોલ

dharmendravaghela

dharmendravaghela

Related News

શાંતિ કરાર માટે અમેરિકાએ ભારે દબાણ અને દાવપેચ અજમાવ્યા : મોજતબા ખામેનેઇ
આંતરરાષ્ટ્રીય

શાંતિ કરાર માટે અમેરિકાએ ભારે દબાણ અને દાવપેચ અજમાવ્યા : મોજતબા ખામેનેઇ

June 19, 2026
આતંકવાદનો રાજ્ય નીતિ તરીકે ઉપયોગ કરનાર દેશ સહયોગની અપેક્ષા રાખી શકે નહીં
આંતરરાષ્ટ્રીય

આતંકવાદનો રાજ્ય નીતિ તરીકે ઉપયોગ કરનાર દેશ સહયોગની અપેક્ષા રાખી શકે નહીં

June 19, 2026
વાયદા બજારમાં સુનામી : સોનામાં ૨૬૦૦ અને ચાંદીના ભાવમાં રૂ.૭૦૦૦નો કડાકો
તાજા સમાચાર

વાયદા બજારમાં સુનામી : સોનામાં ૨૬૦૦ અને ચાંદીના ભાવમાં રૂ.૭૦૦૦નો કડાકો

June 19, 2026
Next Post
ભરઉનાળે ચોમાસા જેવો માહોલ

ભરઉનાળે ચોમાસા જેવો માહોલ

26 લોકસભા બેઠક અને 5 વિધાનસભાની બેઠક માટે આજથી ભરાશે ઉમેદવારી પત્રક

26 લોકસભા બેઠક અને 5 વિધાનસભાની બેઠક માટે આજથી ભરાશે ઉમેદવારી પત્રક

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.