Tuesday, November 4, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

ગુજરાતી ભદ્રેશ પટેલ બન્યો અમેરિકાનો સૌથી ખતરનાક ગુનેગાર

ટોપ 10 મોસ્ટ વૉન્ટેડની યાદીમાં નામ : FBIએ જાહેર કર્યું અઢી લાખ ડોલરનું ઇનામ

dharmendravaghela by dharmendravaghela
2024-04-13 12:08:25
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

યુનાઇટેડ સ્ટેટ્સના ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશનએ ટોપ 10 મોસ્ટ વૉન્ટેડની યાદી જાહેર કરી છે. આ યાદીમાં અમદાવાદના વિરમગામના રહેવાસી ભારતીય નાગરિક ભદ્રેશ પટેલનું નામ પણ છે. FBIએ તેના પર અઢી લાખ ડૉલરનું ઈનામ રાખ્યું છે. એફબીઆઈએ એક્સ પર પોસ્ટ કરીને આ વિશે માહિતી આપી છે.ભદ્રેશ કુમાર પટેલ 2015થી ફરાર છે જ્યારે તેણે મેરીલેન્ડ રાજ્યના હેનોવરમાં ડંકિન ડોનટ્સ કોફી શોપની અંદર તેની પત્ની પલકની કથિત રીતે હત્યા કરી હતી.
મીડિયા અહેવાલો અનુસાર, તે સમયે ભદ્રેશ કુમાર પટેલની ઉમર 24 વર્ષ હતી, તેણે રસોડામાં ચપ્પા વડે તેની 21 વર્ષીય પત્નીના ચહેરો પર ઘા માર્યા હતા અને દુકાનના પાછળના રૂમમાં જ્યાં તેઓ બંને કામ કરતા હતા ત્યાં પણ ઘણી વખત ચપ્પાના ઘા માર્યા હતા. આ ઘટના જે સમયે બની હતી ત્યારે ઘણા ગ્રાહકો ઘટનાસ્થળ પર હાજર હતા. WTOP રિપોર્ટ અનુસાર હત્યાના લગભગ એક મહિના પહેલા દંપતીના વિઝા પૂરા થઈ ગયા હતા, અને તપાસકર્તાઓ માનવું હતું કે ભદ્રેશ કુમારની પત્ની પલક પટેલ ભારત પરત ફરવા માંગતી હતી, પરંતુ તેના પતિએ તેનો વિરોધ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે FBI ભદ્રેશ પટેલને સશસ્ત્ર અને અત્યંત ખતરનાક ગુનેગાર માને છે.
અગાઉ પણ એફબીઆઈએ ભદ્રેશની ધરપકડ કરવામાં મદદ કરવા બદલ એક યાદી અને ઈનામ જાહેર કર્યું હતું. વર્ષ 2017માં માહિતી માટે 100,000 ડૉલરના ઈનામ સાથે યાદી પ્રસિદ્ધ કરવામાં આવી હતી, પરંતુ તે હજી પણ ફરાર છે. એપ્રિલ 2015માં, 24 વર્ષીય પટેલ અને તેની પત્ની પલક, ડંકિન ડોનટ્સ સ્ટોરમાં નાઈટ શિફ્ટમાં કામ કરતા હતા. ગુનાની રાતના સીસીટીવી ફૂટેજમાં ભદ્રેશ અને પલક રેકની પાછળ ગાયબ થતા પહેલા સ્ટોરના કિચન તરફ સાથે ચાલતા જોવા મળ્યા હતા.

Tags: bhadresh patelFBI most wanted listUSA
Previous Post

ઇઝરાયેલ-લેબનોન બોર્ડર પર મિસાઇલોનો ખડકલો

Next Post

‘ભારત માતા કી જય’ બોલવા કોંગ્રેસના ધારાસભ્યએ પક્ષપ્રમુખની મંજુરી માંગી

dharmendravaghela

dharmendravaghela

Related News

ઓલા-ઉબેરની દાદાગીરી રોકવા મોદી સરકાર શરુ કરશે ભારત ટેક્સી’સર્વિસ
તાજા સમાચાર

ઓલા-ઉબેરની દાદાગીરી રોકવા મોદી સરકાર શરુ કરશે ભારત ટેક્સી’સર્વિસ

October 31, 2025
કોંગ્રેસના કારણે કાશ્મીર દાયકાઓ સુધી સળગતું રહ્યું: મોદી
તાજા સમાચાર

કોંગ્રેસના કારણે કાશ્મીર દાયકાઓ સુધી સળગતું રહ્યું: મોદી

October 31, 2025
ઐતિહાસિક જીત : ICC મહિલા વર્લ્ડકપ 2025ની સેમિ ફાઈનલ મેચમાં ભારતીય ટીમે ઑસ્ટ્રેલિયાને હરાવી ફાઈનલમાં પ્રવેશી
તાજા સમાચાર

ઐતિહાસિક જીત : ICC મહિલા વર્લ્ડકપ 2025ની સેમિ ફાઈનલ મેચમાં ભારતીય ટીમે ઑસ્ટ્રેલિયાને હરાવી ફાઈનલમાં પ્રવેશી

October 31, 2025
Next Post
‘ભારત માતા કી જય’ બોલવા કોંગ્રેસના ધારાસભ્યએ પક્ષપ્રમુખની મંજુરી માંગી

‘ભારત માતા કી જય’ બોલવા કોંગ્રેસના ધારાસભ્યએ પક્ષપ્રમુખની મંજુરી માંગી

બ્રિટનમાં 5 ભારતવંશીને 122 વર્ષની સજા

બ્રિટનમાં 5 ભારતવંશીને 122 વર્ષની સજા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.