લોકસભાની ચૂંટણીના પ્રચાર સંબંધી નવા-નવા વિવાદ ઉભા થઈ જ રહ્યા છે. કર્ણાટકમાં કોંગ્રેસની ચૂંટણી સભામાં ‘ભારત માતા કી જય’નો નારો લગાવતા પુર્વે ધારાસભ્યએ પક્ષ પ્રમુખની અનુમતિ માંગતા વિવાદ સર્જાયો છે. ભાજપ દ્વારા આકરી ઝાટકણી કાઢવામાં આવી છે.
કોંગ્રેસની ચૂંટણીસભામાં પાર્ટીના ધારાસભ્ય લક્ષ્મણ સવાદી સંબોધન કરી રહ્યા હતા ત્યારે એવુ બોલ્યા હતા કે આશા છે કે હવે હું બોલીશ તેની સામે પક્ષપ્રમુખ ખડગેને વાંધો નહીં હોય કે ગેરસમજ નહીં કરે. હું ‘ભારત માતા કી જય’ બોલીશ અને શ્રોતાઓ પણ પછી તે રીપીટ કરશે
આ પ્રવચનનો વિડીયો સોશ્યલ મીડીયા પર વાઈરલ થતાની સાથે જ ભાજપ દ્વારા આકરી ટીકા કરવામાં આવી હતી. ભારત માતા કી જયનો નારો લગાવવા તથા રાષ્ટ્રભક્તિ દર્શાવવા માટે પણ કોંગ્રેસમાં ખુલાસા કરવા પડતા હોવાની આ સાબીતી છે. ભાજપ તો રાષ્ટ્રવાદને જ વરેલો પક્ષ છે.