ઈઝરાયલ પર હૂમલા બાદ મધ્ય પૂર્વમાં તણાવ વધી ગયો છે. ઈરાનના ઈઝરાયલ સાથે સાથે અમેરિકાને પણ ચેતવણી આપી છે. ઈરાન આજે કટ્ટર મુસ્લિમ દેશ છે. પરંતુ એક સમય એવો હતો કે જ્યાં પશ્ચિમી દેશો કરતા પણ વધુ બોલ્ડનેસ છે.
આજે જે ઈરાન છે તે કેટલાક દસકા પહેલા એવો દેશ ન હતો. ઈરાનની ઈઝરાયલ સાથે અને અમેરિકા સાથે પણ સારી મિત્રતા હતી. પરંતુ આજે તે એક કટ્ટર દેશ બની ગયો છે. જ્યાં હિજાબ ન પહેરવા પર પણ સજા અપાય છે. 70ના દાયકામાં ઈરાન એટલું બોલ્ડ હતું જેટલા આજે પશ્ચિમના દેશો છે. લોકોને ખાવા પીવા અને પહેરવા ઓઢવા પર કોઈ રોકટોક ન હતી. તેની આ બોલ્ડનેસનું કારણ રેજા શાહ પહેલવી હતી. 1936માં પહેલવી વંશના રેજા શાહે હિજાબ અને બુરખા પર પ્રતિબંધ મુકી દીધો હતો. મહિલાઓની આઝાદીના હિસાબે આ એક ક્રાંતિકારી પગલું હતું.
તેમના પછી તેમના દિકરા રેજા પહેલવી ઈરાનના શાસક બન્યા હતા. પરંતુ 1949માં નવપં સંવિધાન લાગુ થઈ ગયું. 1952 માં મોહમ્મદ મોસદ્દિક પ્રધાનમંત્રી બન્યા. 1953માં જ તેમનો તખ્તાપલટ થઈ ગયો. તેમના બાદ રેજા પહેલવી જ દેશના સર્વેસર્વા બની ગયા. રેજા પહેલવીને જનતા અમેરિકાની કઠપૂતળી કહેવા લાગ્યા. તે સમયે તેમના વિરોધી આયાતુલ્લાહ રહોલ્લા ખોમૈની હતી. 1964માં પહેલવીએ ખોમૈનીને દેશ નિકાલ કરી દીધા. 1963 માં પહેલવીએ ઈરાનમાં શ્વેત ક્રાંતિનું એલાન કર્યું. આર્થિક અને સામાજીક સુધાર માટે આ ખૂબ મોટુ એલાન હતું. પરંતુ તે ઈરાનને પશ્ચિમી મૂલ્યો તરફ લઈ જઈ રહ્યા હતા. જેથી તેમનો વિરોધ શરૂ થયો.
1973 માં આતરાર્ષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમત ઘટવા લાગી. તેનાથી ઈરાનની અર્થવ્યવસ્થા ઠેબે ચઢી. 1978 સપ્ટેમબરમાં જનતાનો ગુસ્સો તુંટી પડયો. પહેલવી વિરૃધ્દ મોટા પાયે પ્રદર્શન થવા લાગ્યા. મૌલવીઓને ફ્રાંસમાં બેઠા આયાતુલ્લાહ ખોમૈની પાસેથી નિરેદેશ મળતા હતા. થોડા સમયમાં હાતલ બદતર થઈ ગઈ. 16 જાન્યુઆરી 1979માં રેજા પહેલવી પોતાના પરિવાર સાથે અમેરિકા જતા રહ્યા. જતા જતા તેમણે વિપક્ષી નેતા શાપોર બખ્તિયારને અંતરિમ પ્રધાનમંત્રી બનાવી દીધા. તેમછતા પ્રદર્શન પોકાતા ન હતા. દરમિયાન ખોમૈનીએ મહેદી બાજારગાનને અંતરિમ પ્રધાનમંત્રી નિયુકત્ કરી દીધા. દેશમાં હવે હબે પ્રધાનમંત્રી થઈ ગયા હતા.
ધીમે ધીમે સરકાર કમજોર થતી જતી હતી. સેનામાં પણ ફાટફૂટ પડી ગઈ હતી. પરંતુ બાદમાં સેનાથી લઈને જનતા સુધી તમામ ખોમૈની આગળ ઝુકવા લાગ્યા.1979 માં જનમત લેવાયો. જેમાં ઈરાનને ઈસ્લામિક રિપબ્લિકન બનાવવાના પક્ષમાં 98 લોકોએ મત આપ્યા. બાદમાં ઈરાન ઈસ્લામિક રિપબ્લિકન ઓફ ઈરાન બની ગયું. ખોમૈનીના હાથમાં સત્તા આવતા જ સંવિધાન પર કામ શરૂ થયું. નવું સંવિધાન ઈસ્લામ અને શરિયા પર આધારિત હતું. વિપક્ષે તેનો વિરોધ કર્યો. ખોમૈનીએ કહ્યું કે સરકાર 100 ટકા ઈસ્લામ પર આધારિત કાનૂન અંતર્ગત કામ કરવું જોઈએ.લાખ વિરોધ છતા 1979માં અંતે નવા સંવિધાનને અપનાવી લેવાયું.
બાદમાં ઈરાનમાં શરિયા કાનૂન લાગુ થઈ ગયો. અનેક પાબંદીયા લગાવાઈ. મહિલાઓની આઝાદી છીનવી લેવાઈ. હવે તેમને હિજાબ અને બુરખો પહેરવો જરૂરી હતો. 1995માં એવો કાનૂન બનાવાયો જેમાં અફસરોને 60 વર્ષ સુધીની મહિલાઓને હિજાબ વિના નીકળવા પર જેલમાં નાંખી દેવાનો અધિકાર છે. ઉપરાંત હિજાબ ન પહેરનારને 74 કોડા મારવાથી લઈને 16 વર્ષની જેલ સુધીની સજા થઈ શકે છે.