અમદાવાદના નમો સ્ટેડિયમમાં આજે ગુજરાત ટાઈટન્સ અને દિલ્હી કેપિટલ્સ આમનેસામને થશે. IPLની આ સીઝનમાં ગુજરાત 6 મેચમાં 3 જીત અને 3 હાર સાથે પોઈન્ટ ટેબલમાં છઠ્ઠા નંબરે છે. જ્યારે દિલ્હી 6 મેચમાં 2 જીત અને 4 હાર સાથે નવમાં નંબરે છે. આવામાં બન્ને ટીમો મેચ જીતી પોઈન્ટ ટેબલમાં પોતાનું સ્થાન મજબૂત કરવા પર ધ્યાન આપશે.