દિલ્હી એક્સાઈઝ પોલિસી સંબંધિત CBI અને ED કેસમાં નિયમિત જામીન માંગતી મનીષ સિસોદિયાની જામીન અરજી પર રાઉઝ એવન્યુ કોર્ટે પોતાનો ચુકાદો સુરક્ષિત રાખ્યો છે. કોર્ટ 30 એપ્રિલે ચુકાદો સંભળાવશે.
સુનાવણી દરમિયાન EDના વકીલે સ્પેશિયલ જજ કાવેરી બાવેજાને કહ્યું કે સુપ્રીમ કોર્ટ-હાઈકોર્ટે સિસોદિયાને કેસના માસ્ટર માઇન્ડ માન્યા છે. કોર્ટે સ્વીકાર્યું છે કે તેઓ તપાસને અસર પહોંચાડી શકે છે. મનીષ લિકર પોલિસી કૌભાંડ કેસમાં તિહાર જેલમાં છે. સિસોદિયાની 26 ફેબ્રુઆરી 2023ના રોજ સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. તેમજ, EDએ CBIની FIR સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં 9 માર્ચ, 2023ના રોજ સિસોદિયાની ધરપકડ કરી હતી. 28 ફેબ્રુઆરી 2023ના રોજ સિસોદિયાએ દિલ્હી કેબિનેટમાંથી રાજીનામું આપ્યું હતું.
સિસોદિયાએ દિલ્હી હાઈકોર્ટથી લઈને સુપ્રીમ કોર્ટમાં જામીન માટે અરજી કરી હતી, પરંતુ દરેક વખતે તેમની અરજી ફગાવી દેવામાં આવી હતી. માર્ચ 2024માં સિસોદિયાએ ફરીથી ટ્રાયલ કોર્ટમાં જામીન માટે અરજી કરી, જેના પર સુનાવણી બાકી છે.