પ્રથમ તબક્કામાં સૌથી વધુ બેઠક પર મતદાન થયું હતું. જોકે, વોટિંગમાં ગત લોકસભા ચૂંટણીની તુલનામાં આ વખતે 3 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે જેને લઇને ચૂંટણી પંચ પણ ચિતિંત છે અને મતદાન વધારવા માટે કેટલીક નવી રણનીતિ પર ભાર મુકવામાં આવી રહ્યોં છે.
લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં મતદાનનો આંકડો 65.5 ટકા સુધી પહોચ્યો છે. 21 રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશની 102 બેઠક પર મતદાન થયું હતું. લોકસભા ચૂંટણી માટે હવે 6 અન્ય તબક્કામાં મતદાન યોજાશે. મતગણતરી 4 જૂને થશે. ચૂંટણી પંચ સાથે જોડાયેલા એક સીનિયર અધિકારીએ જણાવ્યું કે ઘટી રહેલા મતદાનને લઇને ચિંતા વધી છે. મતદાન વધારવા માટે કેટલાક પ્રયાસ કરવામાં આવ્યા પણ તેનું પરિણામ આવ્યું નહતું.
અધિકારીએ કહ્યું, “ECએ લોકોને મત આપવા માટે પ્રેરિત કરવા જોરદાર કામ કર્યું હતું. સાથે જ અલગ અલગ પ્રોગ્રામ દ્વારા લોકોને જાગૃત કરવામાં આવ્યા હતા. જાણીતી સેલિબ્રિટી તરફથી પણ મતદાન માટે અપીલ કરવામાં આવી હતી. BCCI સાથે મળીને IPLને પણ પ્લેટફોર્મ તરીકે યૂઝ કરવામાં આવ્યું. જોકે, એવું લાગે છે કે આ પ્રયાસ નિષ્ફળ સાબિત થયા છે.”
સૂત્રોના હવાલાથી કહેવામાં આવ્યું કે ચંટણી પંચના અધિકારી આ કારણો પર વિચાર કરી રહ્યાં છે, જેને કારણે મતદાનની ટકાવારી ઘટી છે. વીકેન્ડ પર તેને લઇને બેઠક મળી હતી અને અલગ અલગ કારણો પર ચર્ચા કરવામાં આવી હતી. ચૂંટણી પંચ હવે કેટલાક નવા પ્રોગ્રામને લઇને આવશે અને મતદારોને જાગૃત કરવાનો પુરો પ્રયાસ કરવામાં આવશે. ઝારખંડના મુખ્ય ચૂંટણી પદાધિકારી રવિ કુમારે કહ્યું કે આખા રાજ્યમાં વોટર અવેરનેસ પ્રોગ્રામ ચાલુ છે, તેમણે કહ્યું કે મતદાન બાદ તમામ વોટર અવેયરનેસ ફોરમ પોતાની સંસ્થા સાથે જોડાયેલા મતદારોની પ્રતિક્રિયાથી ચૂંટણી પંચને જાણ કરશે.