Tuesday, July 1, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

કારમાં લાલ બત્તી-નકલી નંબર પ્લેટ લગાવી રોફ જમાવતો કેન્દ્ર સરકારનો નકલી અધિકારી ઝડપાયો

કાર ન રોકતા પોલીસે પીછો કરીનેઅટકાવી પૂછપરછ કરતા ભાંડો ફૂટી ગયો હતો

dharmendravaghela by dharmendravaghela
2024-04-24 11:45:57
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

લોકસભાની ચૂંટણીને શહેરમાં વિવિધ જગ્યાએ પોલીસ બંદોબસ્ત અને વાહન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. ત્યારે આરોપી સૌરીન પોતાની દિલ્હી પાસિંગ DL 03 CCM 9591 નંબરની ક્રેટા ગાડી લઈને નીકળ્યો હતો. આ ગાડીમાં પોલીસની સરકારી વાહનોમાં લાગે તેવી લાલ અને વાદળી લાઈટ લગાવેલી હતી. અને સરકારી ગાડીમાં ઈમરજન્સી સમયે વાગે તેવું હુટર લગાવ્યું હતું. પોલીસને શંકા જતા કારને રોકવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, કાર ન રોકતા ગુજરાત યુનિવર્સિટી પોલીસે પીછો કરીને વિજય ચાર રસ્તા નજીક તેને અટકાવી પૂછપરછ કરતા નકલી અધિકારીનો ભાંડો ફૂટી ગયો હતો.
પોલીસ તપાસમાં સામે આવ્યું કે, આરોપી સૌરીન પશ્ચિમ બંગાળના કોલકતાનો રહેવાસી છે. સોફ્ટવેર એન્જીનિયર છે. તે પુનામાં આવેલી માઈક્રોસોફ્ટ કંપનીમાં નોકરી કરે છે. સૌરીનને સરકારી અધિકારીઓની જેમ લાલ લાઈટ વાળી ગાડીમાં ફરીને રોફ જમાવવાનો ખૂબ જ શોખ હતો. અગાઉ પણ તે પશ્ચિમ બંગાળમાં આ પ્રકારે લાલ લાઈટવાળી ગાડીમાં નકલી અધિકારી બનીને રોફ જમાવતા ઝડપાયો હતો અને તેની વિરુદ્ધ ગુનો પણ નોંધાયો હતો.
આ કેસમાં સૌરીને પશ્ચિમ બંગાળનું અસલી પાસિંગ બદલીને દિલ્હીનું નકલી પાસિંગ લગાવ્યુ હતું. આ ઉપરાંત સરકારી વાહનમાં લગાવેલી લાઈટ અને હુટર લગાવીને રોફ જમાવી રહ્યો હતો. એટલું જ નહીં કારમાં ગવર્નમેન્ટ ઓફ ઈન્ડિયા લખ્યું હતું. હાલમાં ગુજરાત યુનિવર્સિટી પોલીસે લાલ લાઈટ અને હુટર ક્યાંથી લગાવ્યું તેમજ આરોપીએ નકલી અધિકારી બનીને કોઈની સાથે છેતરપિંડી આચરી છે કે નહીં તે મુદ્દે વધુ પૂછપરછ શરૂ કરી છે.

Tags: Ahmedabadduplicate officer arrest
Previous Post

266 ઉમેદવારોમાંથી 32 ઉમેદવારો સામે જુદા જુદા ગુના નોંધાયેલા

Next Post

ડ્રાઈવરને ચક્કર આવતા 41 મુસાફરો ભરેલ એસટી બસ દીવાલ સાથે અથડાઈ

dharmendravaghela

dharmendravaghela

Related News

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા
તાજા સમાચાર

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા

June 30, 2025
ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!
આંતરરાષ્ટ્રીય

ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!

June 30, 2025
ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ
તાજા સમાચાર

ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ

June 30, 2025
Next Post
ડ્રાઈવરને ચક્કર આવતા 41 મુસાફરો ભરેલ એસટી બસ દીવાલ સાથે અથડાઈ

ડ્રાઈવરને ચક્કર આવતા 41 મુસાફરો ભરેલ એસટી બસ દીવાલ સાથે અથડાઈ

ભાજપમાં ફરી પ્રવેશ બાદ કિશનસિંહ સોલંકીને મોટી જવાબદારી

ભાજપમાં ફરી પ્રવેશ બાદ કિશનસિંહ સોલંકીને મોટી જવાબદારી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.