અમદાવાદ વિરમગામ હાઇવે પર જખવાડા ગામ પાસે ઝાલોદ તરફથી આવતી જામનગર તરફ જતી દાહોદ-જામનગર એસટી બસ નંબર GJ-18-Z-8530ના ડ્રાઇવરને અચાનક ચક્કર આવતા એસ ટી બસને સાઈડમાં ઊભી રાખવા જતા એસ ટી બસ રોડ સાઈડમાં ખાડામાં ઉતરી ગઈ હતી અને દીવાલ સાથે અથડાઈ હતી.
આ બસના ડ્રાઇવર અને એક મુસાફરને સામાન્ય ઇજાઓ થતાં તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ દ્વારા વિરમગામ ગાંધી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યાં હતા. આ એસટી બસમાં 41 કુલ મુસાફરોમાં સવાર હતા, જેમાંથી 40 મુસાફરોનો આબાદ બચાવ થયો હતો. એસટી બસને ભારે નુકસાન પહોંચ્યું હતું.