ચૂંટણી પંચે તબક્કા 1 અને તબક્કો 2 માટે મતદાનનો ડેટા પ્રકાશિત કરવામાં આવ્યો છે. જેમાં પુરુષો, મહિલાઓ અને થર્ડ જેન્ડરનો ટોટલ વોટિંગ ડેટા ટકાવારીમાં જાહેર કરવામાં આવ્યો છે. ચૂંટણી પંચે જાહેરાત કરી હતી કે લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં 66.14% મતદાન નોંધાયું હતું, જ્યારે બીજા તબક્કામાં 66.71% મતદાન નોંધાયું હતું.
પ્રથમ તબક્કાનું મતદાન 19 એપ્રિલે 102 મતવિસ્તારોમાં થયું હતું, ત્યારબાદ બીજા તબક્કાનું મતદાન 26 એપ્રિલે 88 મતવિસ્તારોમાં થયું હતું.2019ની લોકસભા ચૂંટણીની સરખામણીમાં આ વર્ષે પ્રથમ અને બીજા તબક્કા દરમિયાન મતદાનમાં થોડો ઘટાડો થયો હતો. 2019 માં પ્રથમ અને બીજા તબક્કા માટે મતદાનની ટકાવારી અનુક્રમે 69.43% અને 69.17% હતી.
પ્રથમ તબક્કાના મતદાન દરમિયાન લક્ષદ્વીપમાં સૌથી વધુ 84.1% મતદાન નોંધાયું હતું, જ્યારે 19 એપ્રિલે મતદાન થયેલા 21 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં બિહારમાં સૌથી ઓછું 49.26% મતદાન થયું હતું. બીજા તબક્કાના મતદાન દરમિયાન મણિપુરમાં સૌથી વધુ 84.85% મતદાન થયું હતું, જ્યારે ઉત્તર પ્રદેશમાં સૌથી ઓછું 55.19% મતદાન થયું હતું.