હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં ત્રણ દિવસ યલો એલર્ટની આગાહી કરી છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છ સહિત દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં યલો એલર્ટ સાથે હીટવેવની આગાહી કરી છે.
અમદાવાદ અને આસપાસના જિલ્લાઓમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર પહોંચે તેવી સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી હતી, જેને લઈને ગઈકાલે અમદાવાદનું મહત્તમ તાપમાન 41.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. આ ઉપરાંત રાજ્યના અન્ય સાત શહેરનું મહત્તમ તાપમાન પણ 40 ડિગ્રીને પાર પહોચ્યું હતું. જેમાં ગત રોજ સૌથી વધુ સુરેન્દ્રનગર શહેરમાં મહત્તમ તાપમાન 42 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.